નવી દિલ્હીઃ ઉડ્ડયન નિયમનકાર DGCA એ એરપોર્ટ પર પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ સાથે વિમાન અથડાવાની ઘટનાઓની તપાસ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આમાં રેન્ડમ પેટર્નમાં નિયમિત પેટ્રોલિંગ કરવાનું અને જ્યારે પણ વન્યજીવ સંબંધિત કોઈ પ્રવૃત્તિ હોય ત્યારે પાઇલોટ્સને જાણ કરવાનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ સહિત દેશના અન્ય એરપોર્ટ ઉપર અવાર-નવાર બર્ટહીટની ઘટના બને છે. તેમજ આવા બનાવો અટકાવવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અરકારક પગલા લેવામાં આવી રહ્યાંના દાવાઓ કરવામાં આવે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સપ્તાહો દરમિયાન દેશમાં વિમાનો સાથે પક્ષીઓ અથડાવાની ઘણી ઘટનાઓ બની છે. 4 ઓગસ્ટના રોજ ચંદીગઢ જતી ફ્લાઈટને પક્ષી અથડાતા તેને અમદાવાદ પરત કરવામાં આવ્યું હતું. અગાઉ 19 જૂનના રોજ, પટના એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ, 185 મુસાફરોને લઈને દિલ્હી જઈ રહેલા વિમાનના એન્જિનમાં આગ લાગી હતી અને થોડીવાર પછી વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે, પક્ષી અથડાવાને કારણે એન્જિનમાં ખામી સર્જાઈ હતી.
ડીજીસીએએ જાહેર કરેલા પરિપત્રમાં તમામ એરપોર્ટ ઓપરેટરોને પક્ષી અથડાવાથી બચવા અને એરોડ્રામની આસપાસ સલામતીના કડક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે તેમના વાઇલ્ડલાઇફ રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામની સમીક્ષા કરવા જણાવ્યું છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ દેશના એરપોર્ટ ઓપરેટરોને વન્યજીવો માટેના જોખમોનું મૂલ્યાંકન કરવા અને વિમાનને થતા નુકસાનના આધારે તેમને રેન્કિંગ કરવા જણાવ્યું છે. ડીજીસીએએ કહ્યું છે કે એરપોર્ટ પર વન્યજીવોની હિલચાલ પર નજર રાખવા અને ડેટા રેકોર્ડ કરવાની પ્રક્રિયા હોવી જોઈએ.
ડીજીસીએ દ્વારા જારહેર કરવામાં આવેલી માર્ગદર્શિક અનુસાર જે તે વિસ્તારમાં કોઈ નોંધપાત્ર વન્યપ્રાણી સાંદ્રતા અથવા પ્રવૃત્તિની ઘટનામાં વિમાનના પાઈલટને સૂચિત કરવાની પ્રક્રિયા એરપોર્ટ્સ પાસે હોવી જોઈએ. DGCA એ જણાવ્યું છે કે, નિયમિત પેટ્રોલિંગ એ વાઇલ્ડલાઇફ રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામનું મુખ્ય તત્વ છે. તે રેન્ડમ પેટર્નના આધારે થવું જોઈએ.