DGCA એ એરઈન્ડિયા પર 30 લાખનો દંડ ફટકાર્યો, સુરક્ષામાં બેદરકારીનો મામલો
દિલ્હીઃ- એર ઈન્ડિયા પર દંડ થયો હોય તેવું અનેક વખત સામે આવ્યું છે ત્યારે ફરી ડીજીસીએ એટલે કે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ શુક્રવારે એર ઈન્ડિયાને 30 લાખનો દંડ ફટકાર્યો છએ આ દંડ ફટકારવાનો મામલો સુરક્ષા સાથે જોડાયેલો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે 27 ફેબ્રુઆરીએ દુબઈથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટની બેદરકારી બદલ એરલાઈન પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફરિયાદ મુજબ એર ઈન્ડિયાની આ ફ્લાઈટના પાયલટે તેની મહિલા મિત્રને કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.આ મામ લો ઘણા સમયથી ચર્ચામાં હતા ત્યારે હવે તેના સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ આ મામલાની તપાસ કર્યા બાદ જારી કરેલા એક નિવેદનમાં એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાના દંડની જાહેરાત કરી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ એર ઈન્ડિયાના પાયલોટનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું છે. દુબઈથી દિલ્હીની ફ્લાઈટ દરમિયાન પાઈલટે મહિલા મિત્રને કોકપિટની મધ્યમાં પ્રવેશવાની મંજૂરી આપ્યા બાદ સસ્પેન્શન કરવામાં આવ્યું છે.
ઉડ્ડયન નિયમનકારે સુરક્ષા-સંવેદનશીલ મુદ્દાને તાત્કાલિક અને અસરકારક રીતે ઉકેલવામાં નિષ્ફળ રહેવા બદલ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.વધુમાં, સહ-પાયલોટને અનધિકૃત પ્રવેશને રોકવા માટે પૂરતા દૃઢ ન રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે.