- DGCA એ એર વિસ્તાર પર 70 લાખનો દંડ ફટકાર્યો
- વર્ષ 2022 નો છે મામલો
દિલ્હીઃ- ડીજીસીએ એ દ્રારા એરને દંડ ફટકારવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છએ ત્યારે હવે વર્ષ 2022ના મમાલે એર વિસ્તારા પર ડીજીસીએ દ્રારા 70 લાખનો દંડ વસુલવામાં આવશે, આ પહેલા પણ ઈન્ડિગો અને એર ઈન્ડિયા પર દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવી છે.ડીજીસીએનું કહેવું છે કે એરલાઈને દંડની રકમ ચૂકવી દીધી છે
પ્રાપ્ત વિગત પ્રમાણે ટાટા ગ્રૂપની એરલાઈન્સ કંપની એર વિસ્તારા જે ખૂબ જ જલ્દી એર ઈન્ડિયા સાથે મર્જ થવા જઈ રહી છે તેના પર 70 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ઓક્ટોબરમાં લગાવ્યો હતો.
જાણકારી અનુસાર આ દંડ ફટકારવાનું કારણ એ હતું કે કંપની ઉત્તરપૂર્વના ઓછા સેવા આપતા વિસ્તારોમાં ન્યૂનતમ સંખ્યામાં ફ્લાઇટ્સનું સંચાલન કરતી ન હતી.જેના કારણે આ દંડ લાદવામાં આવ્યો હતો.
જાણકારી અનુસાર આ બાબતને લઈને વિભાગ સાથએ સંકળાયેલ અધિકારીએ આપેલી માહિતી અનુસાર એપ્રિલ 2022માં કંપની નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી, જેના માટે ઓક્ટોબરમાં તેને દંડ ફટકારવામાં આવ્યો. કંપનીએ હવે 70 લાખ રૂપિયાનો દંડ ભોગવ્યો છે.
કેટલાક નિયમો પ્રમાણે એરલાઇન્સે ઓછી સેવાવાળા વિસ્તારોમાં ઓછામાં ઓછી સંખ્યામાં ફ્લાઇટ સેવાઓ આપવાની હોય છે. વિસ્તારાના પ્રવક્તાએ સ્વીકાર્યું છે કે ઉત્તરપૂર્વમાં બાગડોગરા એરપોર્ટ બંધ થવાને કારણે તેની કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. તેના કારણે એપ્રિલ 2022માં તેની કુલ સેવામાંથી માત્ર 1 ફ્લાઈટની સંખ્યા ઓછી હતી જેને લઈને દંડ ભોગવવાનો વારો આવ્યો હતો.માહિતી પ્રમાણે કંપનીએ દંડ ભરી દીધો હોવા છત્તા આ મામલે વિરોધ પણ કર્યો છે.