Site icon Revoi.in

DGCAનો પાયલોટ માટે ખાસ આદેશ – હવે માઉથવોશ અને ટૂથ જેલનો કોઈ પણ પાયલોટ નહીં કરી શકશે યૂઝ

Social Share

દિલ્હીઃ ભારત દેશના પાયલોટોને લઈને ડીજીસીએ એ એક નવો આદેશ જારી કર્યો છે જે પ્રમાણે હવે કોઈ પણ એર કંપનીના પાયલોટ માઉથવોશ તથા ટૂથ જેલનો ઉપયોગ કરી શકશે નહી આ બબાતે ડિજીસીએએ પ્રતિબંઘ લગાવી દીઘો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ગાઈડલાઈન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન  દ્વારા જારી કરવામાં આવી છે અને તે પાઈલટોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે. ડીજીસીએએ એમ પણ કહ્યું કે પાઈલટોએ એરક્રાફ્ટમાં માઉથવોશનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જો તેઓ આમ કરે છે, તો તેમને સજા થઈ શકે છે.

ડીજીસીએએ વધુમાં જણાવ્યું હતું કે આ પગલું એરક્રાફ્ટ ઓપરેશનને વધુ સુરક્ષિત બનાવવાના હેતુથી લેવામાં આવ્યું છે. ડીજીસીએએ કહ્યું કે તેણે ઉડ્ડયન ઉદ્યોગ તરફથી મળેલા સૂચનોના આધારે વર્તમાન નિયમોની જોગવાઈઓને સુવ્યવસ્થિત કરી છે. જો કે તેના ડ્રાફ્ટમાં પરફ્યુમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ તેને અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી.

30 ઓક્ટોબરના રોજ જારી કરાયેલા આ નિર્દેશમાં, નિયમનકારે જણાવ્યું હતું કે, ‘ક્રૂનો કોઈ પણ સભ્ય કોઈપણ દવા/ફોર્મ્યુલેશનનું સેવન ન કરે અથવા માઉથવોશ/ટૂથ જેલ અથવા આલ્કોહોલ ધરાવતી કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ ન કરે. આવી દવા લેનાર ક્રૂ મેમ્બરે ફ્લાઈટ પહેલા કંપનીના ડોક્ટરની સલાહ લેવી પડશે.

નાગરિક ઉડ્ડયન જરૂરિયાતોમાં પરફ્યુમ શબ્દનો ઉપયોગ થતો નથી. ડીજીસીએએ કહ્યું કે ફ્યુઅલ સેલ ટેક્નોલોજી સાથે બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેમજ એજન્સીઓની દેખરેખ અને નિરીક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મુસાફરો તરીકે મુસાફરી કરતા ઓપરેટિંગ ક્રૂ સભ્યોએ બોર્ડિંગ એરપોર્ટ પર શ્વાસ વિશ્લેષક પરીક્ષણમાંથી પસાર થવું જરૂરી રહેશે. જ્યારે પાયલોટ અથવા ક્રૂ મેમ્બર બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાં પોઝીટીવ જોવા મળે છે તો કડક સજાની જોગવાઈ છે.