1. Home
  2. ગુજરાતી
  3. આસામના DGP પોલીસ ફિટનેસને લઈને સખ્ત,કર્મીઓએ થવું પડશે ફિટ નહી તો ગુમાવવી પડશે નોકરી, 3 મહિનાનું આ અલ્ટિમેટમ
આસામના DGP પોલીસ ફિટનેસને લઈને  સખ્ત,કર્મીઓએ થવું પડશે ફિટ નહી તો ગુમાવવી પડશે નોકરી, 3 મહિનાનું આ અલ્ટિમેટમ

આસામના DGP પોલીસ ફિટનેસને લઈને સખ્ત,કર્મીઓએ થવું પડશે ફિટ નહી તો ગુમાવવી પડશે નોકરી, 3 મહિનાનું આ અલ્ટિમેટમ

0
Social Share
  • આસામના DGPનું પોલીસ સ્ટાફને અલ્ટિમેટમ
  • 3 મહિનામાં ફિટ થઈ જાઓ નહીતો રિટાયર્ડ થઈ જાઓ

ગુહાવટીઃ- આસામ રાજ્યના ડિજીપી એવા ગ્યાનેન્દ્ર પ્રતાપસિંહ એ પોલીસ સ્ટાફને ફિટનેસને લઈને અલ્ટિમેટમ આપ્યું છે,જાણકારી અનુસાર તેમણે જરેક પોલીસને ફિટ રહેવા જણાવ્યું છે આ માટે 3 મહિનાનો સમય આપ્યો છએ જો આ મહિનાઓ દરમિયાન કોઈ પણ કર્મી ફિટ ન જણાય તો તેમણે નોકરીમાંથી હાથ ઘોવાનો વારો આવી શકે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે: આસામ પોલીસ હવે વ્યાવસાયિક રીતે ભારતીય પોલીસ સેવા  અધિકારીઓ સહિત તેના તમામ સ્ટાફ-અધિકારીઓના બોડી માસ ઇન્ડેક્સરેકોર્ડ કરશે, જેથી આવનારા સમયમાં પોલીસ બળમાં જે કર્મીઓ ‘નાકામ ‘ બનેલા  થછે તેઓને આ દળમાંથી  છૂટકારો અપાવી શકાય

આ સહીત પોલીસકર્મીઓને તેમની ફિટનેસ પર કામ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે, ત્યારબાદ BMI રેકોર્ડ કરવામાં આવશે.જો કોઈ નબળું જણાશે તો નોકરી પણ ગુમાવવી પડશે.આસામના પોલીસ મહાનિર્દેશક જી.પી. સિંહ એ મંગળવારે એક ટ્વિટમાં કહ્યું, “અમે IPS અને APS અધિકારીઓ સહિત તમામ આસામ પોલીસ કર્મચારીઓને 15 ઓગસ્ટ સુધી ત્રણ મહિનાનો સમય આપવાની યોજના બનાવીએ છીએ, અને પછી 15 દિવસની અંદર અમે BMI મૂલ્યાંકન શરૂ કરીશું”

આ સાથે જ જો આ ટેસ્ટમાં  કર્મચારીઓ મેદસ્વી કેટેગરીમાં આવે છે (BMI 30+) તેમને વજન ઘટાડવા માટે વધુ ત્રણ મહિના આપવામાં આવશે અને તે પછી તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના એટલે કે વીઆરએસ આપવામાં  આવશે.

વધુમાં જી.પી. સિંઘે કહ્યું કે હાઈપોથાઈરોડિઝમ જેવી તબીબી સમસ્યાઓ ધરાવતા લોકોને કાર્યમાંથી મુક્તિ આપવામાં આવશે.16મી ઓગસ્ટે બીઆમઆઈ રેકોર્ડ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હશે. આસામ પોલીસમાં લગભગ 70,000 કર્મચારીઓ કાર્યરત છે.ત્યાર ેહવે આ 3 મહિનાનો સમયગાળો આસામ પોલીસના કર્મીઓ માટે ખૂબ જ મહત્વનો છે આ સમયગાળા દરમિયાન દરેક કર્મીઓએ ફિટ બનીને આ રેક્ડોરમાં પાસ થવાનું રહેશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code