Site icon Revoi.in

ગીર-સોમનાથના જામવાડામાં આવેલો છે સુંદર જમજીર ધોધ, ચોમાસામાં અહીના દ્રશ્યો મનમોહક, સોળેકળાએ ખીલી ઉઠે છે અહીની સુંદરતા

Social Share

સાહિન મુલતાનીઃ-

ગીરસોમનાથ જીલ્લાનું જામવાડા ગામ અને તેની સુંદરતા એટલે જમજીર ઘોઘ, અહી ગુજરાતના ઠેર ઠેરથી પ્રવાસીઓ આવતા હોય છે ખઆસ કરીને ચોમાસાના ધઓધમાર પડેલા વરસાદ બાદ અહીનો ધોઘ અને આજુબાજુનું વાતાવરણ સોળેકળાએ ખીલી ઉઠે છે, કુદરતી સાનિધ્યમાં આવેલો આ ઘોઘ અહલાદક છે, ખાસ કરીને આજના યુવાનો માટે આ ઘોઘ ફોટોગ્રાફીનો પોઈન્ટ બની ગયો છે.આ ધઓધ શિંડોડા નહી પરથી પસાર થઈને આવે છે.

અહી ચોમાચામાં જવાનું પસંદ કરવું જોઈએ.જ્યારે પણ તમે સોમનાથ જાવો ત્યારે ગીર સોમનાથથી અંદાજે 52 કિમીનો રસ્તો કાપીને તમે અહીં પહોંચી શકો છો,જેમાં જામવાડાના જંગલમાંથી પસાર થઈને તમારે જવાનું હોય છે, અંદાજે 18 થી 20 કિમી સુધીનો રસ્તો જંગલની અંદરથી પસાર થાય છે જ્યાં તમને શિયાળ, હરણો મોર જેવા પશુંઓ પણ જોવા મળે છે,ઘોઘ સુધી પહોચવામાં તમારે કુદરતના ખોળે રહીને જવાનું હોય છે .

શિંગોડા નદીનો આ જમજીર ઘોધને જવા માટે તમારે પહેલા એક નાની નદી ઓળગંવી પડે છે, માત્ર ચોમાસામાં જ નદી ઓળંગવી પડે છે આડે દિવસે પાણી ન હોવાથી નદી વહેતી નથી અને હા આડે દિવસે ધોધ પણ એટલો જોરદાર પડતો નથી જાણે સિંગલ ધોધ જેવા દ્ર્શયો સર્જાય છે,પરંતુ ચોમાચામાં ઘોઘ બધી બાજુથી ફુલ પ્રવાહમાં વહે છે અને તેનું પાણી ધૂમાડાની જેમ હવામાં ઉલટી દિશામાં ઉડી રહ્યું હોય છે જે આ દ્ર્શયોને વધુ સુંદર બનાવે છે.

ચોમાસાના કારણે ધોધની આજુબાજુની ખડકોમાં પાણી ભરાવાના કારણે એક નાની વહેતી નદી સર્જાય છે જેમાં ઘુંટણ સમા પાણી હોય છે તેમાંથી પસાર થીને ધોધ જોવા પેલી પાર જવું પડે છે,અહી ખૂબજ સુંદર દ્ર્શયોની સાથે સાથે શુદ્ધ વાતાવરણ પણ હોય ચે તો જ્યારે પણ તમે ચોમાસામાં ગીર સોમનાથની મુાલાકત લેવાનો હોવ તો આ ધોધની ટચોક્કસ મુલાકાત લેજો, 

જો તમે ધોધને નિહાળવા માટે જાઓ તો ઘરેથી બને ત્યા સુધી નાસ્તા પાણી કે ભોજનની વ્યવસ્થા કરીને જજો કારણ કે ચોમાસામાં અહી સુવિધા હોતી નથી, સાથે જ સવારે વહેલા નીકળી જજો જેથી સુંદર નીકળવાના સુંદર દ્ર્શયો કેમેરામાં કેદ કરી શકાય, બને ત્યા સુધી 6 વાગ્યા બાદ જવાનું ટાળવું જોઈએ આમ તો જામવાડા ગામ છે જ્યા તમને નાસ્તો ભોજન મળી રહે છે,પરંતુ ઘોઘ પાસે બેસીને જો ખઆણીપીણીની મજા માણવી હોય તો સાથે લેતા જવું પડે છે.

જામવાડામાં ખાસ લાઈવ રબરી પૈંડા મળતા હોય છે તેનો સ્વાદ પણ તમે માણ ીશકો છઓ અને ઘર માટે આ પેૈંડા લાવી શકો છે,અહી ઠેર ઠએર તમને ચુપલા પર પૈંડ બનતા જોવા મળશે.

વરસાદની સિઝનમાં ઘોઘનો પ્રવાહ વધુ હોવાથી પાસે જવાનું ટાળવું જોઈએ જો તમારો પગ લપસી જોય છે તો ચોક્કસ પડી જદવાનો ડર છે,અને જીવ પણ ગુમાવો પડે છે,જો કે અહીના સ્થાનિક લોકો ધોધના પ્રવાહમાં ડુબકી મારીને રોજ ન્હાતા જોવા મળે છે.તેઓ માટે આ સામાન્ય વાત છે જો કે આપણે ધોધના પ્રવાહ સાથે રમત કરવી ન જોઈએ .