1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર-અમદાવાદ વચ્ચે ધનતેરસથી ઈન્ટરસિટી ટ્રેન વાયા બોટાદ-ધંધુકા થઈને દોડશે
ભાવનગર-અમદાવાદ વચ્ચે ધનતેરસથી ઈન્ટરસિટી ટ્રેન વાયા બોટાદ-ધંધુકા થઈને દોડશે

ભાવનગર-અમદાવાદ વચ્ચે ધનતેરસથી ઈન્ટરસિટી ટ્રેન વાયા બોટાદ-ધંધુકા થઈને દોડશે

0
Social Share

ભાવનગરઃ બોટાદ-અમદાવાદ વચ્ચેની મીટર ગેઈજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ લાંબા રૂટ્સની ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. માત્ર બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ભાવનરની ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવાની ગણા સમયથી માગણી રવામાં આવતી હતી. કારણ કે હાલ ભાવનગરથી અમદાવાદ સહિત લાંબા રૂટ્સની ટ્રેન વાયા બોટાદ, સુરેન્દ્રનગર વિરમગામથી દોડાવવામાં આવી રહી છે. આ સુટ્સ લાંબો હોવાથી વધુ સમય લેતો હોવાથી પ્રવાસીઓ ભાવનગરથી અમદાવાદ જવા માટે ટ્રેનને બદલે ખાનગી તથા એસટી બસનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હવે ભાવનગર અમદાવાદ વચ્ચે વાયા બોટાદ-ધંધુકા થઈને ઈન્ટરસિટી ટ્રેન ધનતેરસથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળે ધનતેરસના શુભદિવસથી અમદાવાદ-ભાવનગર વચ્ચે ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. લોકોને દિવાળીની ભેટ સમાન આ ટ્રેન ધનતેરસે તા.22ને શનિવારે સવારે 10 કલાકે ભાવનગર રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે.

આ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ભાવનગરથી અમદાવાદ વચ્ચે રસ્તા માર્ગે ખૂબ ટ્રાફિક રહે છે અને અક્સ્માતના પણ અનેક બનાવો બને છે.બોટાદ-અમદાવાદ વચ્ચે ગેજ કન્વર્ઝનનું કામ પુરૂ થઈ ગયું હોવાથી ભાવનગરથી બોટાદ થઈ સીધી અમદાવાદની ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરવા માટે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિનીજી અને દર્શનાબેનને ડો.શિયાળે રૂબરૂ મળી આ ટ્રેન તાકીદે શરૂ કરવાની માંગણી કરતા તેમણે હકારાત્મક પ્રતિભાવ આપતા આગામી ધનતેરસેથી આ ટ્રેન શરૂ થશે. એ જ રીતે ઢસા-જેતલસર લાઈનમાં લુણધરા સુધીનું ઈન્સ્પેકશનનું કામ પુરૂ થઈ ગયું છે. બાકીનું કામ થતા ટૂંક સમયમાં ઢસા-જેતલસર બ્રોડગેજ લાઈન પણ શરૂ થશે. ભાવનગર ડિવિઝનમાં હવે એકપણ નેરોગેજ કે મીટરગેજ ટ્રેન નથી તમામ ટ્રેન બ્રોડગેજ લાઈન થઈ ગઈ છે. ભાવનગર અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન રવિવાર તા.23થી રોજ સવારે 6-10 કલાકે ભાવનગરથી ઉપડી 10 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે અને સાંજે 4 કલાકે સાબરમતી ટ્રેનથી ઉપડી 8 કલાકે ભાવનગર પરત ફરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code