દુશ્મનોના દિલ દહેલાવનારી ‘ધનુષ’ તોપ આજે સેનામાં સામેલ, જાણો ‘દેશી બોફોર્સ’ની ખાસિયત
નવી દિલ્હી: મેક ઈન ઈન્ડિયાનું લક્ષ્ય સાધીને બનાવવામાં આવેલી સ્વદેશી ધનુષ તોપ બુધવારે સેનામાં સામેલ થઈ રહી છે. આયુધ નિર્માણની સેનાને આપવામાં આવેલી દેણ સીમાઓ પર દુશ્મનોને ખદેડવામાં મદદગાર સાબિત થશે. આ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની એક મોટી સિદ્ધિ છે. ફીલ્ડ ગન ફેક્ટરીમાંથી તોપ સેનાને મોકલવામાં આવશે.
ઓર્ડિનન્સ ફેક્ટરીએ બોફોર્સથી બે જનરેશન આગળની અત્યાધુનિક તોપ વિકસિત કરી છે. ધનુષથી પણ આગળ નવી બેરલ તૈયાર કરીને દુનિયાના ટોચના તોપ બનાવનારા દેશોમાં ભારતનું નામ સામેલ થઈ ગયું છે. નવી તોપ અને બેરલની રેન્જ 2 કિલોમીટર છે. આ તોપ દુનિયાની કોઈપણ તોપને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. 2012થી સતત પરીક્ષણોમાં ખરી ઉતરેલી આ તોપ હવે દુનિયાની સામે રજૂ કરવામાં આવશે.
સ્વેદેસી આધાર પર વિકસિત ધનુષ- 155 એમએમ 45 કેલિબરની મોર્ડન આર્ટિલરી ગન પ્રણાલીમાં સીમાચિન્હરૂપ સાબિત થશે. આ એક પૃથક ગન સિસ્ટમ તરીકે વિકસિત કરવામાં આવી છે. ધનુષનું વજન 155 એમએમ 39 કેલિબર ગનથી 700 કિ.ગ્રા. વધારે છે. બેરલ પણ બોફોર્સ ગનની સરખામણીએ 877 મીમી વધારે છે. 1987માં 414 બોફોર્સ તોપ સ્વીડનથી આયાત કરવામાં આવી હતી. હજીપણ લગભગ 300 બોફોર્સ તોપો સીમા પર તેનાત છે. હવે વધતી ઉંમરને જોતા દેશી ધનુષ તોપો બોફોર્સનું સ્થાન લેશે. તેના માટે સેનાએ ઓર્ડિનન્સ ફેક્ટરી કાનપુરને 414 ધનુષ તોપનો ઓર્ડર આપ્યો છે. ઓએફસીનું કહેવું છે કે સેના જેટલી તોપ માંગશે, રેકોર્ડ ટાઈમમાં તેની ડિલીવરી કરવામાં સક્ષમ છીએ.
હાલ ધનુષ તોપે દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. ઓર્ડિનન્સ ફેક્ટરીએ તેનાથી પણ બે પગલા આગળની તોપનો પાયો તૈયાર કર્યો છે. ધનુષનું બેરલ સાત મીટર લાંબુ છે, જ્યારે નવું બેરલ આઠ મીટર લાંબુ છે. આ દુનિયાની સૌથી લાંબા બેરલવાળી તોપોમાંથી એક છે.
આઠ મીટર લાંબી તોપ માત્ર યુએસએ, ઈઝરાયલ અને રશિયાની પાસે છે. નવી તોપના બેરલ પરીક્ષણો સફળ રહ્યા છે. ધનુષ અને એડવાન્સ ધનુષ દેશની પહેલી તોપ છે, કે જેમાં વપરાયેલા 90 ટકા પાર્ટ્સ ભારતમાં જ નિર્મિત છે.
- 1977માં ડિઝાઈન બોફોર્સ 1980માં દુનિયાની સામે આવી
- 1987માં 400 બોફોર્સ તોપ ભારતીય સેના માટે આયાત કરાઈ
- બોફોર્સનું બેરલ છ મીટર લાંબુ છે.
- 2000માં ઓર્ડિનન્સ ફેક્ટરી કાનપુરે બોફોર્સની બેરલ અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો
- 2004માં ઓર્ડિનન્સ ફેક્ટરીના દેશમાં પહેલીવાર સાત મીટર લાંબા નવા બેરલને સેનાએ સ્વીકૃતિ આપી
- 2011માં સંરક્ષણ મંત્રાલયે ઓર્ડિનન્સ ફેક્ટરી કાનપુરના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો.
દુનિયાની પાંચ ટોચની તોપોમાં ધનુષ સામેલ
બોફોર્સ બીઓ-5 સ્વીડન
એમ 46-એસ ઈઝરાયલ
જીસી- 45 કેનેડા
નેક્સટર ફ્રાંસ
ધનુષ ભારત
ખાસિયત-
ધનુષ તોપ 35થી 42 કિલોમીટર દૂર છૂપાયેલા દુશ્મનો પર પ્રહાર કરશે.
બોફોર્સ ગનની સરખામણીએ ધનુષમાં ફાયર કોમ્પ્યુટર સિસ્ટમ પર ઓટો લેઈંગ પ્રણાલી છે.
આધુનિક સાઈટિંગ સિસ્ટમ હેઠળ નાઈઠ કેમેરાની સરખામણીએ ડે કેમેરા વધારે પ્રભાવી છે.
બેલેસ્ટિક ગણના, ગન રેકોર્ડિંગ, ગનની પોઝિશનિંગ, બેક અપ સાઈટ સિસ્ટમ અત્યાધુનિક છે.
ધનુષનું એડવાન્સ સંસ્કરણ મચાવશે તહેલકો