- ધનુષને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
- બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો એવોર્ડ
- ફિલ્મ ‘અસુરન’માં તેના શ્રેષ્ઠ અભિયન બદલ મળ્યો એવોર્ડ
ચેન્નાઈ:સાઉથ સ્ટાર ધનુષને થોડા મહિના પહેલા ફિલ્મ ‘અસુરન’માં તેના શ્રેષ્ઠ અભિનય માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારે તેમને વધુ એક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ફિલ્મ ‘અસુરન’માં તેના શ્રેષ્ઠ અભિનય માટે અભિનેતાને બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ધનુષ માટે આ વર્ષ ઘણું ખાસ રહ્યું છે. તેણે તેની અભિનય કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તે પાત્ર માટે તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણું સન્માન મળી રહ્યું છે.
તાજેતરમાં જ ગોવામાં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલની સાથે બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. IFFI ની 52મી આવૃત્તિ 28 નવેમ્બરે તેના સમાપન પર પહોંચી રહી હતી જ્યારે BRICS ફિલ્મ સત્તાવાળાઓએ છેલ્લા દિવસે એક જ પ્લેટફોર્મ પર 6 ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આમાંનો એક એવોર્ડ ધનુષનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ હતો. આ સન્માનથી સન્માનિત થયા બાદ ધનુષ ખૂબ જ ખુશ દેખાય છે. આ ફિલ્મમાં ગરીબ ખેડૂતના રોલ માટે તેને ઘણી પ્રશંસા મળી.
ધનુષને તે જ વર્ષે શ્રેષ્ઠ અભિનેતાના રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 2019 માં, ‘અસુરન’ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી.આ ફિલ્મોમાં તેમની ઓપોઝીટ મંજુ વૉરિયર અને પ્રકાશ રાજ પણ હતા.આ ફિલ્મનું દિગ્દર્શન વેટરીમારણે કર્યું છે. આ ફિલ્મને 2 નેશનલ એવોર્ડ મળ્યા છે. એક શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં અને બીજી શ્રેષ્ઠ તમિલ ફિલ્મની શ્રેણીમાં. ધનુષના સસરા સુપરસ્ટાર રજનીકાંતને પણ નેશનલ એવોર્ડ સમારોહમાં જ પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.