Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયા સામે જીતીને ઈતિહાસ રચનારી ટીમ ઈન્ડિયા ઉપર ધનવર્ષા

Social Share

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી ભવ્ય જીત મેળવનારી ભારતીય ક્રિકેટ ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી છે. તેમજ ભારતના પૂર્વ ખેલાડીઓએ ભારતીય ટીમને શુભકામના પાઠવીને તેમની પ્રસંશા કરી હતી. બીજી તરફ ઐતિહાસિક જીત મેળવનારી ભારતીય ટીમને બીસીસીઆઈ દ્વારા 5 કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરાઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતાથી આનંદિત છીએ. તેમની નોંધપાત્ર ઉર્જા અને જુસ્સો સમગ્ર દેખાઈ રહ્યો હતો. તેથી તેમનો દ્રઢ નિશ્ચય, ઉલ્લેખનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ હતો. ટીમને અભિનંદન! તમારા ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ” આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ પણ જીતના અભિનંદન ટ્વીટ કર્યું હતું કે, એડિલેડ બાદ જેઓ અમને નબળા સમજી રહ્યા હતા એ તમામને જડબાતોડ જવાબ.

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઐતિહાસિક જીત પર કહ્યું કે, ‘આ ઉલ્લેખનીય જીત છે. ઑસ્ટ્રેલિયામાં જઈને આ રીતે ટેસ્ટ સિરીઝ જીતવા માટે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે બીસીસીઆઈ દ્વારા 5 કરોડના બોનસની જાહેરાત કરી અને સાથે લખ્યું કે, ‘આ જીતની કિંમત કોઈ પણ રકમ કરતા વધારે છે. બીસીસીઆઈના સચિવ જય શાહે ભારતીય ટીમની જીતન ખુશી વ્યક્ત કરીને શુભકામના પાઠવી હતી. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ ભારતીય ટીમને જીતના અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત સચિન તેંડુલકર, અનિલ કુંબલે, મોહમ્મદ કૈફ સહિતના દિગ્ગજ ક્રિકેટરોએ પણ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે.