Site icon Revoi.in

રાજકોટ-પોરબંદર હાઈવે પર ડુમીયાણા ટોલપ્લાઝાના દરમાં વધારા સામે ધરાસભ્યએ જ વિરોધ કર્યો

Social Share

રાજકોટઃ ગુજરાતમાં નેશનલ હાઈવે પર ટોલનાકાં વધતા જાય છે. વાહનોની સંખ્યા વધતા જાય છે, તેમ પ્રતિદિન ટોલની આવકમાં પણ વધારો થતો હોય છે. આમ છતાં ટોલબુથના કોન્ટ્રક્ટરો અને અધિકારીઓની મીલીભગતથી ટોલટેક્સમાં પણ સમયાંતરે વધારો કરાતો હોય છે. રાજકોટ-પોરબંદર હાઈવે પર આવેલા ડુમિયાણી ટોલ પ્લાઝામાં છેલ્લા બે દિવસથી  ટોલના ભાવ વધારો કરાતાં  ઉપલેટા ધોરાજી વિસ્તારના આગેવાનો, વેપારીઓ અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભાવ ઘટાડવાની માંગ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારમાં રજુઆત કરવાનું નક્કી કરાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ઉપલેટા નજીક આવેલા ડુમિયાણી ટોલ પ્લાઝા દ્વારા છેલ્લા બે દિવસથી ટોલના દરમાં વધારો કરાયો છે. ત્યારે ટોલ પ્લાઝામાં થયેલા ભાવ વધારાને લઈને ભાવ ઘટાડવા અને સ્થાનિક વાહનોને રાહત તેમજ ઓછો ટોલ ચૂકવવા માટેની માંગણીઓ અને રજૂઆતો અંગેની બેઠક ટોલ પ્લાઝા ખાતે યોજવામાં આવી હતી જેમાં આ બેઠકની અંદર ટોલ પ્લાઝાના કર્મચારીઓ તેમજ સંચાલકો અને ઉપલેટા તેમજ ધોરાજી વિસ્તારના આગેવાનો, વેપારીઓ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં સ્થાનિકોને રાહત આપવા અને ભાવ ઘટાડા અંગેની માંગ અને રજૂઆત કરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ડુમિયાણીના આ ટોલ પ્લાઝા પર અગાઉ પણ જે રીતે ભાવ વધારો હતો તેમાં હજુ વધુ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે. આ ઉપરાંત ઉપલેટા તેમજ ધોરાજી પંથકના અને ખાસ કરીને ડુમિયાણી ગામના રહીશો પાસેથી પણ ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે, ત્યારે અગાઉ સ્થાનિકો માટે રાહત હતી અને ડુમિયાણીના લોકોને વિનામૂલ્ય જવા દેવાતા હતા. હવે તેમની પાસેથી પણ ટોલ લેવામાં આવી રહ્યો છે.આમ સ્થાનિકોને પણ રાહત નહીં આપતા હોવાની બાબત સામે આવતા ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી અને સ્થાનિકોને રાહત આપવા રજૂઆત પણ કરી છે

ડુમિયાણા ગામના લોકોએ જણાવ્યું હતું કે આગામી દિવસોની અંદર આ ટોલ પ્લાઝા પર ભાવ વધારો પાછો નહીં ખેંચાય અને સ્થાનિક વાહનોને અને સ્થાનિક રાહદારીઓને રાહત ભાવ કે ઓછી કિંમત વસૂલવામાં નહીં આવે તો ગાંધીચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે. (file photo)