Site icon Revoi.in

કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ

Social Share

ગાંધીનગર : ગુજરાતના પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં કચ્છના ધોળાવીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ધાળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન આપ્યું છે. આ અંગે યુનેસ્કો દ્વારા અધિકારીત રીતે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રિટ્વીટ કરીને અધિકારીક રીતે જાહેર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યુનેસ્કો દ્વારા અગાઉ દેશનાં કાગદીય રુદ્રેશ્વર રામપ્પા મંદિરને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ મંદિર તેલંગાણામાં આવેલું છે. આ મંદિરને પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન અપાયું હતું.

આ ઉપરાંત અમદાવાદ પહેલાથી જ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન ધરાવે છે. ત્યારે ગુજરાત માટે વધારે એક ગૌરવની બાબત છે. અત્રે નોંધનીય છે કે, ધોળાવીરા સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક માનવામાં આવે છે. જેનાં અવશેષો આ સાઇટ પર છે. આ સંસ્કૃતિ તે સમયની સૌથી ઉન્નત એન્જિનિયરિંગ અને પોતાનાં વિઝન માટે દેશ વિદેશમાં જાણીતી છે. ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલી સાઇટ છે. 1990માં ખોદકામ દરમિયાન આ અવશેષો મળી આવ્યા હતા. આ ઉપરાંત આ સમગ્ર સાઇટ 250 હેક્ટર કરતા પણ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે. વર્લ્ડ હેરિટેજમાં ધોળાવીરાને સ્થાન મળતા હવે દેશ-વિદેશના પ્રવાસીઓ પણ ધોળાવીરાની મુલાકાતે આવશે તોના લીધે કચ્છનો પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ થશે. કચ્છના સુવર્ણ તબક્કા તરીકે જેની ગણના આવનારા ભવિષ્યમાં થશે, એ ધોળાવીરાથી કાઢવાંઢ રણ વચ્ચેનો માર્ગ સંપૂર્ણ સંપન્ન થઇ ગયો છે અને એકાદ-બે દિવસ જો ત્યાં વરસાદ નહીં પડે તો ભુજથી ધોળાવીરા 120 કિ.મી.ના અંતરે આવી ઊભું રહેશે. એટલે હવે ભૂજથી ધોળાવીરા પહોંચવું વધુ આસાન બનશે.