Site icon Revoi.in

ધ્રાંગધ્રા તાલુકો નર્મદાના નીરથી બન્યો નંદનવન, સિંચાઈની સુવિધાથી કૃષિ ઉત્પાદમાં વધારો

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના સુકી ધરાને નર્મદાના નીરથી અનેક ગણો ફાયદો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિસ્તારોમાં નર્મદાની કેનાલોનો લાભ મળ્યો છે. તે વિસ્તારોમાં ખેડુતો ત્રણેય સીઝનમાં સારૂએવું ખેત ઉત્પાદન મેળવી રહ્યા છે. જેમાં ધ્રાંગધ્રા વિસ્તારના અનેક ગામોના ખેડૂતો  પહેલા ચોમાસાની એક સિઝન લેતા હતા. હવે નર્મદાનુ પાણી મળતા ત્રણ સીઝન લેતા થયા છે. નર્મદાના પાણીને લઈને આ વિસ્તારમાં હરીયાળી ક્રાંતિ જોવા મળી છે.  એકબાજુ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીનું સંકટે છે ત્યારે સિંચાઈની સુવિધાને કારણે ધ્રાંગધ્રાના ગામોમાં કૃષિ  ઉત્પાદનમાં વધારો થયો છે.

ધ્રાંગધ્રા વિસ્તારના મેથાણ, ભરાડા, ધૂમઠ, માનપુર, સોખડા,ધોળી સહિત અનેક ગામના ખેડૂતો ચોમાસાની ખેતીની એક સીજન લેતા હતા. ત્યારે નર્મદા કેનાલ આવતા ખેડૂતો ચોમાસુ શીયાળુ અને ઉનાળુ એમ ત્રણ સીજન લેતા થયા. આમ પીયત વિસ્તાર વધ્યો છે. અને ઉત્પાદન પણ વધતા વિસ્તારમાં હરીયાળી ક્રાંતિ જોવા મળી છે. ત્યારે ખેડૂતો સમૃધ્ધ બનતા વિસ્તારમાં દાડમ, ચીકુ, ખારેક, લીંબુ, જામફળ સહિત ફળોના બગીચા બન્યા છે. ફળોને દેશ વિદેશોમાં નિકાસ કરતા થયા છે. ત્યારે નર્મદા કેનાલ ખેડૂતો માટે આશિર્વાદ બની છે.

આ અંગે માનપુરના ખેડૂતોએ જણાવ્યું હતું કે, પહેલા પાણીના અભાવે ચોમાસાના વરસાદને લઈને એક સીઝન લેતા હતા. ત્યારે નર્મદા કેનાલનુ પાણી આવતા વિસ્તારના ખેડૂતો ત્રણ સીઝન લેતા થયા છે. અને તેના લીધ્ધે સમૃધ્ધ બન્યા છીએ.  પાણીની સમસ્યામાંથી ખેડૂતોને છુટકારો મળ્યો છે. ખેડૂતોને પહેલા ખેતીની આવક રૂ. 30,000 થી 40,000 હતી. નર્મદા પાણીને લઈને આ ખેતીની આવક એક એકરમાં રૂ. 80,000 થી 90,000 થઈ છે.