Site icon Revoi.in

સાંતલપુરના અગરિયાઓને મીઠું પકવવા માટે રણમાં પ્રવેશ ન અપાતા ધ્રાંગધ્રા ફોરેસ્ટ કચેરીએ ધરણાં

Social Share

સુરેન્દ્રનગરઃ કચ્છના નાનરણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારમાં હાલ મીઠું પકવવાની સીઝન ચાલી રહી છે. રણ વિસ્તાર ઘૂડસર અભ્યાર્ણ્ય તરીકે જાહેર કરાયેલો છે. એટલે વન વિભાગની મંજુરી લેવી ફરજિયાત છે. ત્યારે પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠુ પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા ન દેવાતા  અગરિયાઓએ ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે એક દિવસીય ધરણા યોજી રજૂઆત કરી હતી.

કચ્છના નાના રણમાં ઠંડી અને ગરમીની કપરી સ્થિતિમાં અગરિયા પરિવારો કાળી મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી વન વિભાગ રણ વિસ્તારમાં પ્રવેશને મામલે આકરા નિયમો બનાવતી જાય છે. ત્યારે પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠુ પકવતા અગરિયાઓને રણમાં પ્રવેશ ના કરવા દેતા હોવાની રજૂઆતને ધ્યાને લઈ બીજી વાર ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે અગરિયાઓ પરિવારની મહિલાઓ સાથે એક દિવસીય ધરણા યોજી અને પોતાની રજૂઆત કરી હતી.

સાંતલપુરના અગરિયાઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. કે પરંપરાગત પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓનો વન વિભાગ દ્વારા પ્રવેશકાર્ડ અપાતા નથી , સાતલપુરના અગરિયાઓ દસ એકર જમીનમાં વર્ષોથી મીઠું પકવતા હોવા છતાં વન વિભાદ દ્વારા તેઓને પ્રવેશ કાર્ડ અપાયા નથી. જ્યારે મોટા વગ ધરાવતા અગરિયાઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અને જે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના આગરીયાઓ છે. તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી. 150 જેટલા અગરીયાઓ મહિલાઓ પરિવાર સાથે ફોરેસ્ટ ઓફિસ ધ્રાંગધ્રા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. અને એક દિવસીય ઘરણા પણ યોજ્યા હતા. પણ વન વિભાગના કોઈ અધિકારીઓ હાજર નહીં મળતા અગરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે આ અંગે ધ્રાંગધ્રા એસીએફ કહેવા મુજબ સર્વે અને સેટલમેન્ટની યાદીમાં જે અગરિયાઓના નામ છે, એમને જ રણમાં મીઠું પકવવાની મંજૂરી આપવામાં આવી છે.