Site icon Revoi.in

આજે ધૂળેટીનો પર્વ,પીએમ મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

Social Share

દિલ્હી:દેશ આજે રંગોનો તહેવાર ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યો છે.હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે,તેમ છતાં લોકોએ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ધૂળેટીની શુભકામના આપી છે.પીએમ મોદીએ પોતાના ટવિટર હેન્ડલથી લખ્યું છે કે,તમને બધાને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનું પ્રતીક આ રંગોનો તહેવાર તમારા જીવનમાં ખુશીના દરેક રંગ લઈને આવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને ધૂળેટીની શુભેચ્છા પાઠવી છે.અને ટ્વિટ કરીને જણાવ્યું કે,દરેકને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.રંગ,ઉમંગ અને આનંદનો આ મહાન તહેવાર દરેકના જીવનમાં સુખ, શાંતિ, સૌભાગ્ય અને નવી ઉર્જાનો સંચાર કરે.

ધૂળેટીની શુભકામનાઓ પાઠવતા યુપીના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,તહેવાર-ઉલ્લાસ, સામાજિક સમરસતા, નવ-વિહાનના પવિત્ર તહેવાર ધૂળેટીની આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.