ઓવેરિયન કેન્સરમાં, કોષો ઓવરી અને તેની આસપાસના વિસ્તારોમાં અનિયંત્રિત રીતે ફેલાય છે. આ મહિલા શરીરનો તે ભાગ છે જે રિપ્રોક્ટિવ હોર્મોન્સ અને એગ્સ ઉત્પન્ન કરે છે. ઓવેરિયન કેન્સર સ્ત્રીઓમાં જોવા મળતા સૌથી ગંભીર કેન્સરમાંથી એક છે. કારણ કે તેના શરૂઆતના લક્ષણો શરીર પર દેખાતા નથી. તેના લક્ષણો દેખાય ત્યાં સુધીમાં તે ગંભીર બની જાય છે.
ડાયાબિટીસ ઓવેરિયન કેન્સરનું જોખમ વધારે છે. ઓવેરિયન કેન્સર 78 માંથી 1 મહિલાને અસર કરે છે. જેમાંથી અડધા 63 વર્ષ કે તેથી વધુ ઉંમરે થાય છે. ઓવેરિયન કેન્સર અશ્વેત મહિલાઓ કરતાં શ્વેત મહિલાઓમાં વધારે જોવા મળે છે. તે યુવાન મહિલાઓ કરતાં વધારે વૃદ્ધ મહિલાઓને અસર કરે છે.
ડાયાબિટીસ લીવર, ગરદન, સ્તન અને એન્ડોમેટ્રાયલ કેન્સર સહિત અનેક કેન્સરના વધતા જોખમ સાથે જોડાયેલું છે. ડાયાબિટીસના દર્દીને ખોરાક પચવામાં તકલીફ પડે છે. જેના કારણે તેમને વારંવાર કબજિયાતની સમસ્યા રહે છે. આવામાં કેન્સરનું જોખમ વધી જાય છે. ગ્લુકોઝ એ કેન્સરના કોષોનો ખોરાક છે, તેથી ઘણી વખત વધારે ખાંડ ખાવાની મનાઈ છે. કારણ કે તે ઘણા કેન્સરનું જોખમ વધારે છે.