સામાન્ય રીતે શાકભાજી અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે.રોંજીદા આહારમાં શાકભાજીનો ઉપયોગ કરવાથી શરીરને જરુરી અવા તમામ વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો મળી રહે છે, આજે આપણે વાત કરીશું ભીંડાની. ભીંડા સામાન્ય રીતે સૌ કોઈને ભાવતા હોતા નથી પરંતુ તેને ખાવાથી અનેક ફાયદાઓ થાય છે,જેમાં ડાયાબિટીધના દર્દીઓ માટે ભીંડા ખૂબજ ગુણકારી હોય છે.
જાણો ભીંડાનું સેવન કઈ કઈ સમસ્યાઓ માટે ઉપયોગી છે
ડાયાબિટીઝના દર્દીઓ માટેઃ- ભીંડામાં મોટી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચક શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, દરરોજ એક ગ્લાસમાં માત્ર બે ભીંડા કાપીને ગ્લાસમાંપલાળી રાખો છો અને સવારે તે પાણીનું સેવન કરવાથી ડાયાબિટીઝની સમસ્યામાં રાહત મળે છે.સુગરને કંટ્રોલ કરવામાં આ પાણી મહત્વનો ભાગ ભજવે છે.
વજન ઓછું કરવામાંઃ- વજન ઓછું કરવામાં ભીંડાનું સેવન ખૂબ મદદગાર છે, મેદસ્વીતાપણું એ ડાયાબિટીઝ સહિતના અનેક રોગોનું મૂળ કારણ છે, તેથી તેનું નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે. ભીંડાનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ભીંડા ચયાપચયને મજબૂત બનાવે છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. આ સાથે ઓછી કેલરી અને ચરબી રહિત હોવાથી ભીંડા ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.
કોલ્સ્ટ્રોલ કંટ્રોલમાં રહે છેઃ- શરીરમાં કોલેસ્ટરોલ વધારે હોય તો હૃદયરોગની સાથે ડાયાબિટીઝનું જોખમ પણ વધે છે. ભીંડામાં ચરબીનું પ્રમાણ હોતું નથી આવી સ્થિતિમાં, તે કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદગાર છે.
હાડકા મજબૂત કરે છે– ભીંડામાં વિટામિન કે ભરપૂર માત્રાને કારણે, તે આપણા હાડકાંને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે.
અસ્થામાંના દર્દીઓ માટે ઉપયોગીઃ– હોય અસ્થમાના દર્દીઓ એવા લોકો માટે પણ ભીંડા ખૂબ ફાયદાકારક છે.જો અસ્થમાના દર્દીઓ દરરોજ રાત્રે ફક્ત બે ભીંડા પાણીમાં ઉમેરીને સવારે તે પાણી પીવે છે, તો થોડા દિવસોમાં તેમને શ્વાસની ફરિયાદથી રાહત મળે છે.
કબજિયાત દૂર કરવા ઉપયોગીઃ- ભીંડાનું સેવન કબજિયાતને દૂર કરે છે, કારણ કે લેડીફિંગર એક તંતુમય શાકભાજી છે અને તેમાં ફાઈબર મળી આવે છે, તેથી તેનું સેવન કરવાથી પાચક શક્તિ અવરોધાય નહીં અને કબજિયાતની સમસ્યા છૂટકારો મળએ છે