1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં હિરા ઉદ્યોગની સલામતી માટે ડાયમન્ડ સીટી પોલીસ સ્ટેશન ઉભુ કરાશે
સુરતમાં હિરા ઉદ્યોગની સલામતી માટે ડાયમન્ડ સીટી પોલીસ સ્ટેશન ઉભુ કરાશે

સુરતમાં હિરા ઉદ્યોગની સલામતી માટે ડાયમન્ડ સીટી પોલીસ સ્ટેશન ઉભુ કરાશે

0
Social Share

અમદાવાદઃ સુરત શહેરમાં હિરાના ઉદ્યોગનો વિકાસ થયેલ છે. સુરતમાં હિરા ઉદ્યોગના વેપારીઓના જાન-માલની સલામતી અને સુરક્ષા માટે ડાયમંડ સીટી પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. એજ રીતે સમગ્ર વિશ્વમાં નાણાંકીય પ્રવુતિઓ માટે આર્કષણનું કેન્દ્ર બનેલા ગીફટ સીટી ખાતે પણ અલાયદું પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. જેના માટે રૂ.3 કરોડની જોગવાઈ કરવામાં આવશે ગીફટ સીટીની પરીકલ્પના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલ હતી. જે સાકાર થયેલ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત રાજયમાં કચ્છ જિલ્લો સરહદી જિલ્લો છે. જે સલામતી અને સુરક્ષાની દ્રષ્ટીએ અગત્યનો બની રહે છે. કચ્છ જિલ્લાના ઘોરડો, હાજીપીર અને ગાગોદરા ખાતેની હયાત આઉટ પોસ્ટને રૂ.4 કરોડના ખર્ચે પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે. પોલીસ વિભાગમાં રહેણાંકના 12000 મકાનો તેમજ બિન રહેણાંક 37 મકાનો બનાવવા માટે રૂ.861 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જેના પરીણામે રહેણાંકના મકાનના હાલના  41% સંતોષનું સ્તર વધીને ત્રણ વર્ષમાં 65% લઈ જવાનો લક્ષ્યાંક છે.

ગુજરાત પોલીસ આવાસ નિગમની 1988માં સ્થાપના થયેથી આજદિન સુધીમાં રૂ.4443 કરોડના ખર્ચે 48650 રહેણાંકના મકાનો તેમજ રૂ.2434 કરોડના ખર્ચે 3363 બિન રહેણાંકના મકાનોની કામગીરી હાથ ઘરવામાં આવેલ છે. જે પૈકી રૂ.2169 કરોડના ખર્ચે 37080 રહેણાંકના અને રૂ.1710 કરોડના ખર્ચે 3025 બિન રહેણાંકના કામો પૂર્ણ થયેલ છે. 2022-23ના વર્ષમાં છોટા ઉદેપુર, વલસાડ, પાલનપુર અને ગીર સોમનાથ ખાતે રૂ.158 કરોડના ખર્ચે નવી જેલો તેમજ રહેણાંક મકાનોનું નિર્માણ કરવામાં આવશે. જેના લીધે કેદીઓને વધુ સારી સુવિધા આપી શકાશે તેમજ ક્ષમતા કરતા વધુ કેદીઓ રાખવાની સમસ્યાનું મહદઅંશે નિવારણ થશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code