અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરને કારણે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. તેમજ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 1 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે. જેનો ફાયદો ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતને થયો છે. સુરતમાંથી હિરાની નિકાસમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લોકડાઉન આપવામાં આવ્યું છે. જેથી તમામ વેપાર-ધંધા હાલ બંધ છે. લોકડાઉનની અસર હિરા ઉદ્યોગના પ્રોડક્શન ઉપર જોવા મળી રહી છે. બીજી તરફ સુરતમાં હિરા ઉદ્યોગમાં આ સમયગાળા દરમિયાન પ્રાણવાયુ ફુકાયો છે. મંદીનો સામનો કરતા સુરતના હિરા ઉદ્યોગમાં ડાયમંડના નિકાસનું પ્રમાણ વધ્યું છે. વિદેશોમાં ડાયમંડની ડિમાન્ડ નીકળતા કોરોનાકાળમાં પણ સુરતથી થતા હીરાના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીમાં કુલ 9600 કરોડના નેચરલ ડાયમંડની નિકાસ થઈ હતી. માર્ચ 2021માં જ લગભગ 6 હજાર કરોડના હીરા નિકાસ થયા થઈ હોવાનું જાણવા મળે છે.