Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા, ચારના મોત

Social Share

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ફરી એકવાર રેલ દૂર્ઘટનાની ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ગોંડામાં ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના 10થી વધારે ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. જેના પરિણામે પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. આ બનાવની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયા હતા. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે બે મુસાફરોએ પગ ગુમાવ્યાનું ચર્ચાય રહ્યું છે. જ્યારે 20થી વધારે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. 

સુત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના ગોંડામાં ડિબ્રુગઢ એક્સપ્રેસના 10-12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાનું જાણવા મળે છે. ચંદીગઢથી ગોરખપુર જઈ રહેલી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. કોચ પાટા પરથી ઉતરી જવાના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અકસ્માત સહાયક વાહન સ્થળ તરફ રવાના થયું છે. ટ્રેનના 10થી 12 ડબ્બા ઉતરી પડતા રેલવે તંત્ર દોડતું થઈ ગયું છે. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની નહીં થયાનું જાણવા મળે છે.  રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ગોરખપુર રેલ્વે સેક્શનની મોતીગંજ બોર્ડર પાસે ઝિલાહીની વચ્ચે પીકૌરા પાસે આ અકસ્માત થયો હતો.

સીએમ યોગીએ ટ્રેન દુર્ઘટના પર પોતાના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વાત કરી હતી. આ ઉપરાંત સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીની સૂચના બાદ આસપાસના જિલ્લાઓની તમામ હોસ્પિટલો, સીએચસી, પીએચસીને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા હતા. એસડીઆરએફની ટીમને પણ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી હતી.