Site icon Revoi.in

શું ભારતીય સેનાના હેલિકોપ્ટર ઉડતા હાથી જેવા લાગતા હતા, જાણો હકિકત

Social Share

ભારતીય વાયુસેનાની તાકાત આજના સમયમાં એટલી વધી ગઈ છે કે વિશ્વના પાંચ સૌથી વધુ શક્તિશાળી વાયુસેનામાં ભારતીય વાયુસેનાનો ચોથો નંબર આવે. ક્યારેક એક સમય એવો પણ હતો કે જ્યારે ભારતીય વાયુસેના આટલી મજબુત હતી નહી, પરંતુ સમય સ્થિતિ અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દેશની સરકારે આ બાબતે અનેક મહત્વના પગલા લીધા છે. આવામાં હવે જો મહત્વની વાત કરવામાં આવે તો હાલમાં સોશિયલ મીડિયા પર ભારતીય વાયુસેના હેલિકોપ્ટર્સનો ફોટો વાયરલ થયા છે.

આ વાયરલ ફોટોમાં જોવા મળે છે કે પહેલા ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર જ્યારે ઉડતા હોય ત્યારે લાગે જાણેે હવામાં કોઈ હાથી ઉડી રહ્યા હોય, વાત એવી છે કે આ હેલિકોપ્ટરને હાથીનો આકાર આપવામાં આવ્યો છે. તેઓ એવું લાગે છે કે, હાથીઓ આકાશમાં ઉડી રહ્યા છે. આ 1970ના દાયકાના હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવતો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અનોખા હેલિકોપ્ટરને ‘ડાન્સિંગ હેલિકોપ્ટર ઑફ ઈન્ડિયા’ કહેવામાં આવે છે. 1970ના દાયકામાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજપથ પર આ ‘ઉડતા હાથીઓ’એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આજની પેઢીના લોકોમાં આ ફોટોને જોઈને ઘણી જિજ્ઞાસા જાગી છે. તેમણે આવુ ભારતમાં ક્યારે નહીં જોયુ હોય. આ ફોટોઝ ખરેખર દુર્લભ છે.

આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ટ્વિટર હેન્ડલ Lost in historyની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, આ 1970 દરમિયાનના ઈન્ડિયન એયરફોર્સના હેલિકોપ્ટર્સ છે. આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આજની પેઢીના યુવકો આ ફોટોઝ જોઈ ચકિત છે . આ યુઝરે તેને ઉડતો હાથી કહી દીધુ છે. એક યુઝરે એમ પણ કહ્યુ છે કે, 2022માં આ હેલિકોપ્ટરની જરુરત છે.