શું તમે દાંત કાળા કરવાની પરંપરા વિશે જાણો છો, હાલ પણ કેટલાક દેશોમાં દાંત કાળા કરવું શુભ માનવામાં આવે છે
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દાંત સફેદ હોવા જોઈએ, અને દાંતને સાફ રાખવા માટે આપણે દરરોજ બ્રશ કરીે છીએ દાંતની કાળજી લેતા હોઈએ છીએ,સંસ્કૃતિ, પર્યાવરણ વગેરેને અનુલક્ષીને આખી દુનિયામાં રિવાજો અને માન્યતાઓ છે. આજના સમયમાં ઘણી પરંપરાઓ સમાપ્ત થઈ ગઈ છે, કેટલીક આજે પણ ચાલુ છે. લોકો દાયકાઓથી તેમની ઉજવણી કરે છે. એક એવોજ રિવાજ હાલ પણ ક્યાક જોવા મળે છે જેમાં દાંતને કાળા કરવામાં આવે છે.
શહેરીકરણના યુગમાં ભલે તે સમાપ્ત થઈ ગયું હોય, પરંતુ ક્યાંકને ક્યાંક આજે પણ કેટલાક લોકો તેને અનુસરે છે. આ પ્રથા માત્ર જાપાનમાં જ નહીં, પણ એશિયાના કેટલાક અન્ય દેશોમાં પણ પ્રચલિત હતી, જેમાં જાપાન, ચીન, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, વિયેતનામ વગેરેનો સમાવેશ થાય છે. જો કે, તે જાપાનમાં ઉદ્દભવ્યું હતું. આ રિવાજ 794 થી 1185 વચ્ચેના ‘હિયાન સમયગાળા’નો હોવાનું કહેવાય છે. આ ‘ઓહાગુરો ઓળખ’ તરીકે ઓળખાતું હતું.
દાંત કાળા કરવાની આ વિચિત્ર પ્રથા સૌપ્રથમ તરુણાવસ્થાના ઉંબરે ઉભેલા યુવક-યુવતીઓ દ્વારા જોવા મળી હતી. કાળા દાંત એ એક પ્રતીક માનવામાં આવતું હતું કે છોકરાઓ અને છોકરીઓ યુવાન થઈ રહ્યા છે. તેને સ્વાસ્થ્ય સાથે પણ સાંકળી લેવામાં આવી હતી.
એવું માનવામાં આવતું હતું કે આમ કરવાથી દાંતમાં કીડા નથી થતા અને ના તો પેઢાને નુકસાન થાય છે. આ સિવાય તે સમય દરમિયાન કાળા દાંત હોવાને ગર્વની વાત માનવામાં આવતી હતી. યુવક-યુવતીઓ ઉપરાંત નવી પરિણીત મહિલાઓ પણ આ પ્રથાને અનુસરતી હતી. આ લોકો ચહેરાને વધુ સફેદ કરતા હતા, જેના કારણે કાળા દાંત દૂરથી દેખાતા હતા. જો કે હાલ ભારતના ઘણા સમાજમાં પણ લગ્ન થતી સ્ત્રીના દાંત મિશ્રી વડે કાળા કરવામાં આવે છે તે એક શુભ પ્રતિક ગણાય છે.