Site icon Revoi.in

શું તમે જાણો છો આ દવાઓ વિશે કે જેનું સેવન ક્યારેય કોફી સાથે ન કરવું જોઈએ

Social Share

 

સામાન્ય રીતે આપણામાંથી મોટા ભાગના લોકો ને કોફી પીવાની આદત હોય છએ જો કે ઘણી વખત કેટલાક રોગોના દર્દીઓ કોફી સાથે દવાનું સેવન કરી લેતા હોય છએ જો કે કેટલીક એવી દવાઓ પમ છે કે તેને કોફી સાથે જો પીવામાં આવે તો તે દવા હાનિકારક સાબિત થી શકે છે.તો ચાલો આજે જાણીએ કોફી સાથે કઈ દવાઓ ન પીવી જોઈએ.આ પ્રકારની દવાઓ તમારે કોફી પીવા સાથે સેવાથઈ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

સ્ટિમૂલેન્ટ

જો તમે થોડી માત્રામાં કોફી પીતા હોવ તો એડેરલ સ્ટિમ્યુલન્ટની અસર ન થઈ શકે, તેમ કરવાથી હાઈ બ્લડ પ્રેશર, હાઈ હાર્ટ રેટ, બેચેની અનુભવવી અને ઊંઘમાં તકલીફ થવી જેવી આડઅસરોનું જોખમ વધી શકે છે.

એન્ટિ ડાયાબિટીઝ

કોફી કેટલાક લોકોમાં બ્લડ સુગર વધારી શકે છે, જે એન્ટિ-ડાયાબિટીક દવાઓ લેનારા લોકોમાં તેની અસર ઘટાડે છે. તેથી, જો તમે ડાયાબિટીસના દર્દી છો અને કોફી પીવાનું પસંદ કરો છો, તો તમારી બ્લડ સુગરનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ

વિટામીન્સ અને મિનરલ

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોફી પીવાની સાથે વિટામિન અથવા મિનરલ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરો છો, તો કોફી શરીરમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સનું શોષણ ઘટાડી શકે છે. ઉદાહરણ તરીકે, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી, વિટામિન સી વગેરેની અસર શરીરમાં રહેશે નહીં અને શરીર તેને સરળતાથી બહાર કાઢે છે.

એન્ટીડિપ્રેસન્ટ્સ

કોફી સાથે એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાથી બે અસરો થઈ શકે છે. ટ્રાઇસાયક્લિક એન્ટીડિપ્રેસન્ટ્સ (ટીસીએ) સાથે કોફીનું સંયોજન દવાના શોષણમાં ઘટાડો કરી શકે છે, જેના કારણે દર્દીને સૂચવેલ સંપૂર્ણ માત્રા પ્રાપ્ત થતી નથી.