- નારિયેળના પાણીથી ચહેરાની વધે છે સુંદરતા
- આ રીતે કરવો પડશે તેનો ઉપયોગ
- નારિયેળ પાણીના અનેક રીતે થાય છે ફાયદા
ચહેરાની સુંદરતાને વધારવા માટે તથા કોમળતાને જાળવી રાખવા માટે લોકો દ્વારા તથા ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા અનેક પ્રકારની કેર કરવામાં આવતી હોય છે. ચહેરાની સુંદરતાને વધારવા માટે અનેક પ્રકારની દવાઓ તથા આયુર્વેદિક ઉપાયો પણ ઉપલબ્ધ છે. પણ નારિયેળ પણ આ બાબતે અનેક રીતે ઉપયોગી થઈ શકે છે.
જ્યારે સખત બળતરા થતી હોય અથવા ઉનાળા દરમિયાન પણ વધુ ગરમીમાં એક જ શ્રેષ્ઠ ઉપાય છે નાળિયેર પાણી. નાળિયેર પાણી, તમને તરત જ ઠંડા કરી દે છે. તે આપણા શરીરને માત્ર ઠંડુ જ નહીં, પણ ત્વચા અને વાળ માટે પણ ઉત્તમ છે. નાળિયેર પાણી તમામ જરૂરી વિટામિન્સ અને પોષક તત્વોથી સમૃદ્ધ છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો નાળિયેર પાણીમાં એન્ટી માઇક્રોબાયલ ગુણ હોય છે જે ખીલ સામે લડવામાં મદદ કરે છે. તેઓ ત્વચા પર ખીલના નિશાન અને દાગથી છુટકારો મેળવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં પણ મદદ કરે છે. સાથે સાથે નાળિયેર પાણીમાં એમિનો એસિડ પણ હોય છે જે શુષ્ક ત્વચાની સારવાર માટે ઉત્તમ છે. તે સનબર્નની સારવારમાં પણ મદદ કરે છે કારણ કે પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પણ વધારે છે. આપણે નાળિયેર પાણી પીવા માટે ટેવાયેલા છીએ, ત્યારે આણે સીધું ત્વચા પર પણ લગાવી શકાય છે.