- ચીનને ભારતનો જવાબ
- ગેરજવાબદાર ચાલનો મળશે જવાબ
- ભારતીય સેનાએ કર્યું આ કામ
ચીન હંમેશા ભારતનું દુશ્મન રહ્યું છે, અને આજે પણ તે ભારત પ્રત્યે કડક વલણ રાખીને બોર્ડર પર શાંત રહેતું નથી. ચીનની બોર્ડર પર થતી હલચલને જવાબ આપવા માટે હવે ભારતીય સેનાએ પણ એવું કામ કર્યું છે કે જે ચીનને પસંદ આવશે નહી. વાત એવી છે કે ભારત દ્વારા સરહદ પર મોટા હથિયારો અને વધારાના સૈનિકોની તાત્કાલિક ગોઠવવા માટે હવે રસ્તાઓનું નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે.
દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ કહ્યું કે,આજના અનિશ્ચિત વાતાવરણમાં કોઈપણ પ્રકારના સંઘર્ષની શક્યતાને નકારી શકાય તેમ નથી. સરહદ નજીક આવા બે વિસ્તારોમાં મજબૂત પુલ બનાવવામાં આવ્યા છે. આ તૈયારીમાં પહાડોને તોડીને સેના માટે રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી અરુણાચલ પ્રદેશ પર ચીનની ખરાબ નજર છે, ડોકલામ અને પછી લદ્દાખમાં દુઃસાહસ જોઈને ભારતે ચીન સાથેની સરહદ પર તેની સંરક્ષણ માટેની તૈયારીઓ મજબૂત કરી છે.
સંરક્ષણ પ્રધાને તાજેતરમાં ચાર રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા બાંધવામાં આવેલા 24 પુલ અને ત્રણ રસ્તાઓ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ 24 પુલમાંથી 9 જમ્મુ અને કાશ્મીરમાં, 5 લદ્દાખ અને 5 હિમાચલ પ્રદેશમાં, 3 ઉત્તરાખંડમાં અને એક-એક સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છે. અન્ય ત્રણ રસ્તાઓમાંથી બે લદ્દાખમાં અને એક પશ્ચિમ બંગાળમાં આવેલા છે.