શું તમને ખબર છે? કીવી નામના ફળમાંથી મસ્ત મસ્ત જમવાની વાનગીઓ પણ બનાવી શકાય છે
- કીવીના ફળમાંથી બને છે અનેક વાનગી
- સ્વાસ્થ્ય માટે પણ છે તે સરસ
- જાણો તેના વિશે વધુ માહિતી
ફળ અને શાકભાજીનો જો અનોખી રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી અનેક પ્રકારની મીઠાઈ અને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે, આવામાં જો વાત કરવામાં આવે કીવી નામના ફળની તો તેમાથી તો અનેક પ્રકારની મસ્ત અને જોરદાર વાનગી બનાવી શકાય છે.
જો સૌથી પહેલા વાત કરવામાં આવે કીવીના રસની તો કીવીનો રસ ઝડપથી તૈયાર થઈ શકે છે. સ્વાદ વધારવાની સાથે સાથે કિવીનો રસ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તમારા શરીરને ઠંડક આપવાની સાથે, તે મોંનો સ્વાદ પણ ઉત્તમ બનાવે છે.
આ ઉપરાંત જો અન્ય વાનગીની વાત કરવામાં આવે તો કીવી સાથે સરળતાથી મોકટેલ પણ બનાવી શકો છો. લીંબુ, ફુદીનો અને કીવીને મિક્સ કરીને દરેક વ્યક્તિ સરળતાથી ઘરે આ એનર્જી ડ્રિંક બનાવી શકે છે. ઉનાળાની ઋતુમાં આ એનર્જી ડ્રિંક ખૂબ જ હેલ્ધી છે.
ઉલ્લેખનીય છે કે સ્વસ્થ રહેવા માટે કીવી (Kiwi) નું વારંવાર સેવન કરવાનું કહેવામાં આવે છે. કીવી એક એવું ફળ છે, જે ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોમાં જ્યારે પ્લેટલેટની સંખ્યા ઓછી હોય ત્યારે તેનું સેવન કરવામાં આવે છે, જેથી પ્લેટલેટ સરળતાથી વધી શકે છે.