Site icon Revoi.in

શું તમને ખબર છે? ચોખાનું પાણી તમારા વાળ અને ત્વચા માટે અનેક રીતે છે ફાયદાકારક

Social Share

ચોખાનું પાણી દરેક વ્યક્તિની ત્વચા તથા વાળને પુરતા પ્રમાણમાં પોષણ આપે છે. આ વાત સાચી છે. જાણકારોના કહેવા અનુસાર ચોખાનું પાણી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તે વાળ અને ત્વચાને લગતી અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકે છે.

જો વાત કરવામાં આવે પોષકતત્વોની તો ચોખાનું પાણી વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, ફ્લેવોનોઈડ્સ અને ફિનોલિક ગુણધર્મોથી સમૃદ્ધ છે. તે શુષ્ક ત્વચા માટે ફાયદાકારક છે. તે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. આ ઉપરાંત તે તમારી ત્વચાને તડકાથી સુરક્ષિત રાખે છે એટલે કે ચોખાનું પાણી કુદરતી સનસ્ક્રીન છે, જે તેને યુવી કિરણોની હાનિકારક અસરોથી રક્ષણ આપે છે.

કેટલાક વ્યક્તિઓના વાળ પાતળા અને વધારે પડતા ભૂખરા રહેવાના કારણે ઉતરતા હોય છે તો ચોખાનું પાણી તે સમસ્યાતી પણ રાહત આપી શકે છે. જાડા અને મજબૂત વાળ માટે ચોખાના પાણીમાં કાર્બોહાઈડ્રેટ અને ઈનોસિટોલ હોય છે. તે વાળને મજબૂત અને જાડા બનાવવામાં મદદ કરે છે. ચોખાના પાણીમાં એમિનો એસિડ, વિટામિન બી, વિટામિન ઇ અને એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ છે. તે વાળને નરમ બનાવવામાં મદદ કરે છે