ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ જેમ સસ્તી થતી ગઈ તેમ લોકો તેનો ઉપયોગ પણ વધારતા ગયા, આજના સમયમાં મોટાભાગના લોકો ઈલેક્ટ્રોનિક વસ્તુઓને લાંબો સમય પોતાની સાથે રાખવા માગતા નથી અને છેલ્લે તે વસ્તુ ઈલેક્ટ્રોનિક ભંગાર બની જાય છે. તો લોકોએ તે વાતને સમજવી પડશે કે જે રીતે આપણે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ભંગાર વધારી રહ્યા છે તે આગળ જતા આપણને ગંભીર રીતે નુક્સાન કરી શકે છે. ઈ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ નહીં કરવાથી પ્રદૂષણની સાથે કેન્સર સહિતની બિમારીને નોતરું મળે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં એકત્ર થયેલું ઈ-વેસ્ટ વર્ષ 2018-19માં 3106.30 ટન 2019-20માં 14185.54 ટન અને 2020-21માં 104963.80 ટન છે.
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ત્રણ વર્ષમાં 24.94 લાખ ટન ઈ વેસ્ટ સામે આવ્યો છે. જેમાંથી માત્ર 4.57 લાખ ટન ઈ વેસ્ટનો જ યોગ્ય રીતે નીકાલ કે રીસાયકલ થઇ શક્યું છે. આમ, 20 ટકાથી પણ ઈ વેસ્ટનો યોગ્ય રીતે નીકાલ થઇ શકે છે. બાકીનો 80 ટકા ઈ વેસ્ટ પૃથ્વી પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો કરે છે.
સમગ્ર દેશમાંથી જ્યાં સૌથી વધુ ઈ વેસ્ટ થતું હોય તેવા ટોચના 10 રાજ્યોમાં ગુજરાત છે. આજથી થોડા વર્ષ અગાઉ અમારી પાસે સમગ્ર રાજ્યમાંથી માંડ 1 ટન ઈ વેસ્ટ આવતો હતો.જેની સરખામણીએ અમદાવાદમાંથી જ હાલ અમે દર મહિને સરેરાશ 3 ટન ડોમેસ્ટિક ઈ વેસ્ટ એકત્ર કરીએ છીએ.