- અળવીના પાન પેટની બળતરામાં રાહત આપે છે
- અનેક સ્વાસ્થ્યલક્ષી ગુણોથી ભરપુર છે આ પાન
આ અળવીના પાનમાં થી ભજીયા પાતરા દજેવી અનેક વાનગીઓ તો બને જ છે સાથે સાથે આ પાન સ્વાસ્થ્ય માટે ઓષધ સમાન પણ છે, તો ચાલો જાણીએ અળવીના પાનથી થતા ફાયદાઓ અને તેનો ઉપયોગઅળવીનાં પાનમાં ડાયેટરી ફાઈબર ઘણું છે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન સરખા પ્રમાણમાં છે. ફેટ નહિવત છે. કેલ્શ્યમ અને પોટેશ્યમ જેવા ક્ષાર વધુ માત્રામાં છે. થોડા પ્રમાણમાં આર્યન છે. મેગ્નેશશિયમ અને ફોસ્ફરસ જેવા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોવાથી અન્ય લીલાં શાકભાજીની માફક અળવીનાં પાન આરોગ્ય માટે ગુણકારી છે, પૌષ્ટિક છે.
આ સાથે જ આ રીતે તેનું સેવન કરવાથી ખાટા ઓડકાર, ઉબકા જેવી હાયપર એસિડીટીથી થતી તકલીફમાં બગડેલા પિત્તને સુધારી પાચન સુધારે છે.અળવીનાં પાનને ડાળખાની સાથે જ બાફી, બાફવા માટે વપરાયેલા પાણીને ગાળી તેમાં ઘી ઉમેરી નવશેકું ગરમ ૧ ચ્હાનાં કપ જેટલું પીવાથી, વાયુથી પેટ ફુલી જઈ થતાં અપચામાં ઓડકાર સાફ આવી પાચન સુધરે છે.
અળવીના પાન હ્રદય રોગ માટે ગુણકારી છે,માથાનો દુખાવા માટે અળવીના પાન ફાયદાકારણ ગણાય છે.આ સાથે જ અળવીના પાન ખાવાથી કાનનો દુખાવો, અનિંદ્રા પણ દૂર થાય છે.જ્યારે હાથ કે પગમાં સોજા આવ્યા હોય ત્યારે આ પાનનું સેવન કરવાથી સોજા દૂર થાય છે,અળવીના પાન ખાવાથી કબજિયાત મટે છે.આ સાથે જ અળવીનાં પાનને ધોઈ તેનો રસ કાઢી તેમાં શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ માટે થોડી,સાકર ઉમેરી પીવાથી છાતીમાં થતી બળતરામાં રાહત થાય છે.