શું તમે જાણો છો લીલા વાંસમાથી બનતી વાનગીઓ હોય છે હેલ્ધી -જાણો વાંસમાં રહેલા ઔષધી ગુણો
- વાંસની બનતી વાનગીઓ પ્રોટીન જેવા ગુણઓથી ભરપુર હોય છે
- વાંચમાંથી અંથાણા અને શાક પણ બનાવાય છે
- વાંસની લીલી દાંડીનો ખોરાક તરીકે થાય છે ઉપયોગ
ગુજરાતમાં અવનવી વાનગીઓ ખાવામાં આવે છે જો તમે સાઉથ ગુજરાત બાજૂ જાઓ અને ડાંગ જીલ્લાજી મુલાકત લો તો ત્યા તમને વાંસની અનેક વાનગીઓ ખાવા મળે છે, જી હા વાસ કે જેને આપણે બાંબુ તરીકે આળખીએ છે તે જ્યારે લીલા હોય ત્યારે તેના પાળ ડાળખી ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તો ચાલો જાણીએ વાંસ વિશે થોડી વાતો.
વાંસની કાચી ડાળીઓ અને કૂંપળની વાંસના ઝાડ સાથે કિનારીઓ પર ઉગે છે અને તે સોફ્ટ હોય છે. તેને બામ્બુ શૂટ કહે છે. જેમાં પ્રોટીન, વિટામીન ઈ, એ, બી6 અને કેલ્શિયમ જેવા પોષક તત્વો અને મેગ્નેશિયમ, સોડીયમ, ઝીંક, કોપર,એમિનો એસિડ, આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ અને સિલેનિયમ જેવા ખનીજ તત્વ સમાયેલા હોય છે.
ખાસ રીતે લીલા વાંસનો ઉપયોગ શાક, સલાડ, સૂપ, મુરબ્બો અને અથાણું વગેરેના રૂપમાં પણ કરવામાં આવે છે. તેમાંથી કાંઈ પણ બનાવતા પહેલા તેને એક દિવસ માટે પાણીમાં પલાળી રાખવામાં આવે છે જેથી તે વધારે સોફ્ટ થાય છે અને સરળતાથી તેની વાનગીઓ બનાવી શકાય છે.
- લીલા વાંસમાં ફેનોલિક એસિડ હોય છે જે એન્ટિઓક્સિડન્ટનું કામ કરે છે. તેમાં મળી આવતા ફાઈટો કેમિકલ કેન્સરથી રક્ષણ કરે છે અને હૃદયની ધમનીઓને સ્વસ્થ રાખે છે.
વાંસમાં ફેટ, શુગર અને કોલેસ્ટ્રોલ ઘણી ઓછી માત્રામાં હોય છે.જેથી તની વાનગીઓ વજન ઓછું કરવાવાળા માટે બેસ્ટ ઓપ્શન છે. - લીલા વાંસ વિટામિન અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે જેનાથી ઇમ્યુનીટી મજબૂત બને છે.
વાંસમાં મોટી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે આથી તેના સેવનથી હાડકા મજબૂત થાય છે. - આ સાથે જ જો વાંસના રસમાં આદુનો રસ અને મધ મિક્સ કરીને પીવામાં આવે તો ખાંસીમાં રાહત મળે છે
કંઈ રીતે થાય છે લીલા વાંસનો ઉપયોગ જાણો
વાંસના યુવાન છોડને મોટા થવા પહેલા કાપી લેવામાં આવે છે. તેના પાક્યા વગરના ભાગને સુકવીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેનો ઉપયોગ શાક, અથાણું, સલાડ, નુડલ્સ, કેન્ડી અને પાપડ સહીત અનેક પ્રકારના વ્યંજન બનાવવા માટે કરવામાં આવે છે. આદિવસી વિસ્તારોમાં તેની અવનવી વાનગીઓ બને છે ખાસ તેઓ શાકમાં તેનો ઉપયોગ કરે છે.