- એકલા રહેવાથઈ સમયથી પહેલા વૃદ્ધ બનાય છે
- એક અભ્યાસ સુચવે છે એકલા રહેવું સીગરેટ પીતા લોકો જેટલું જોખમી
શું તમે એકલવાયું જીવન જીવો છો, તો તમે દરરોજ સિગારેટના પેકેટ પર પેકેટ પીનારા કરતાં વધુ જોખમમાં છો. એમ કહેવું ખોટૂ નથી કારણ કે માણસને એકલતા કોરી ખાય છએ અકલો માણસ સતત ચિંતાના વમળમાં ઘેરાચો જોય છે. એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે દુઃખી અને એકલા રહેવાથી તમને સમય પહેલા વૃદ્ધ થઈ જાય છે.
સિગારેટ પીવી ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે, પરંતુ એકલા રહેવું એ સિગારેટ કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. તેથી સમયસર તમારી જાતને સામાજિક બનાવો અને ઉદાસી ટાળવાનો પ્રયાસ કરો કારણ કે જો તમે 30 વર્ષના હોવ તો પણ તમારી શારીરિક ઉંમર બમણી થઈ શકે છે એટલે કે 60ની નજીક પહોંચી જાય છે.
યુએસ અને ચાઈનીઝ વૈજ્ઞાનિકો સાથે ડીપ લોન્જીવીટીની આગેવાની હેઠળના અભ્યાસો સૂચવે છે કે જે લોકો એકલા હોય છે, હતાશ હોય છે અથવા પૂરતી ઊંઘ લેતા નથી તેઓની ઉંમર ઓછી હોઈ શકે છે પરંતુ તેમનું સ્વાસ્થ્ય ઉમર કરતા વધારે જવાબ આપે છએ.
આ રિસર્ચમાં જાણવા મળ્યું કે એકલા રહેતા લોકો વધુ હતાશ હોય છે અને સાથે જ તેઓ બીમારીઓનો શિકાર પણ હોય છે. માત્ર શારીરિક જ નહીં, તેઓ માનસિક રીતે પણ વધુ બીમાર હોય છે અને તેમનું અકાળે મૃત્યુ પણ વધુ થાય છે.અહેવાલો સૂચવે છે કે ઉદાસી તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે, જે લોકો એકલતા અનુભવે છે તેઓને હૃદય રોગ થવાની શક્યતા વધુ હોય છે અને એકલા રહેતા લોકો કરતા વહેલા મૃત્યુ પામે છે. આ જ કારણ છે કે એકલતાની સરખામણી સિગારેટ સાથે કરવામાં આવી છે.