શું તમને ખબર છે કે પંચામૃત સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન,વાંચો તેના ફાયદા વિશે
- પંચામૃત સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
- પંચામૃત માત્ર પ્રસાદ નથી
- વાંચો પંચામૃતનું મહત્વ
કેટલીક વાર લોકોના મનમાં અમુક વાતોને લઈને કેટલાક વિચાર આવતા હશે, તેમાં લોકોને એવો પણ વિચાર આવતો હશે કે પંચામૃતનો ઉપયોગ કેમ કરવામાં આવે છે અને તેની પાછળનું મહત્વ શું હશે. તો વાત એવી છે કે મહાભારત અનુસાર, સમુદ્રમંથન દરમિયાન ઉદ્ભવતા તત્વોમાં પંચામૃત એક હતું. પંચામૃત શબ્દ બે શબ્દોથી બનેલો છે. પંચ એટલે પાંચ અને અમૃત એટલે અમરત્વ પ્રાપ્ત કરવા માટેનું પ્રવાહી.
પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડમાંથી બનાવેલો એક પવિત્ર પ્રસાદ છે. તે સામાન્ય રીતે મંદિરોમાં અને ઘરોમાં બનાવવામાં આવે છે. પંચામૃત પહેલા દેવી – દેવતાઓને અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચવામાં આવે છે.
પંચામૃત તે આપણા શરીરની સાત ધાતુઓ માટે ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આ પંચામૃત પીવાથી ત્વચાનો રંગ સુધરે છે અને વાળ પણ સારા રહે છે. પંચામૃતમાં તુલસીના પાન હોય છે જે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર, આનું સેવન પિત્ત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે.પિત્ત દોષ એટલે પેટની તકલીફ. તેમાં હાજર દરેક વસ્તુ ઔષધીય ગુણોથી ભરેલી છે.