Site icon Revoi.in

શું તમે જાણો છો મગફળી ત્વચા માટે વરદાન રુપ છે,જાણો સ્કિન પર કઈ રીતે ઉપયોગ કરી શકાય

Social Share

શિયાળામાં આપણે આપણી ત્વચાનું ખૂબ જ ધ્યાન રાખતા હોઈએ છીએ આજે આપણે મગફળીને કઈ રીતે ત્વચા માટે ઉપયોગમાં લઈ શકાય તે વિશે નાત કરીશું, હાલ સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીઓ જો કે ઘણા લોકો ભાગ્યે જ જાણતા હશો કે તેને ચહેરા પર લગાવવાના ફાયદાઓ ઘણા છે.

મગફળી તમને સૂર્યના હાનિકારક કિરણોથી યુવી પ્રોટેક્શન આપે છે. તેમાં રહેલા વિટામીન B અને Eમાં એન્ટિએજિંગ ગુણસમાયેલા હોય છે. આ સિવાય એન્ટીઓક્સીડેન્ટ હોવાને કારણે તે ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે તેને ડીપ ક્લીન્ઝીંગ પણ કરવામાં મદદરુપ બને છે

પીનટ સ્ક્રબ બ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો આવે છે અને તાજગીનો અહેસાસ થાય છે. તેને બનાવવાની રીત પણ સરળ છે.તો ચાલો જોઈએ કઈ રીતે બનાવી શકાય છે

  1. તેને બનાવવા માટે મગફળીને પીસીને તેનો પાવડર બનાવી લો.
  2.  હવે આ બે ચમચી આ પાવડર લો અને તેને એક વાટકીમાં નાખો
  3.  આ મગફળીના પાવડરમાં અડધી ચમચી કોફી પાવડર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
  4. હવે આ બન્ને પાવડરની અંદર મધ અથવા પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટતૈયાર કરીલો
  5.  હવે આ પેસ્ટથી ચહેરાને સ્ક્રબ કરો. જો તમે ઈચ્છો તો તેને ફેસ પેકની જેમ ચહેરા પર 10 મિનિટ સુધી રાખી શકો છો.
  6. આમ કર્યા બાદ છેલ્લે તેને ઠંડા પાણીથી ધોઈ લો. તમને તમારા ચહેરા પર ચમક જોવા મળશે.આ સ્ક્રબનું કામ કરે છે અને ચહેરા પર ચમક લાવે છે.