બટાટાનું ફેસપેક પણ બને,શું તમને આ વાત ખબર હતી?
બટાટાને દરેક શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. દરેક પ્રકારની સબ્જી બટાટાની સાથે સરળતાથી ભળી જાય છે. પણ જો વાત કરવામાં આવે બટાટામાંથી બનાવવામાં આવતા ફેસપેકની તો, આના વિશે તો મોટાભાગના લોકોને જાણ હશે જ નહી.
જો વાત કરવામાં આવે બટાટાના ફેસપેકની તો, ચહેરાની સુંદરતા વધારવા માટે પાર્લર જાઓ છે. પણ જો તમે નેચરલ બ્યુટી ઈચ્છો છો તો તમે ઘરેલૂ ઉપાયો ટ્રાય કરી શકો છો. તેમાં તમારે ખર્ચ પણ ઓછો થશે અને તમારા ચહેરાની કરચલીઓ ઘટશે અને સ્માર્ટ લૂક પણ મળશે.
આ ફેસપેકને તૈયાર કરવા માટે તમે સૌથી પહેલા કાચા બટાકાને પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં 2 ચમચી દહીં મિક્સ કરો. એક ચમચી હળદર મિક્સ કરીને તેને મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર 10-15 મિનિટ સુધી લગાવીને રાખો. તેના પછી ફેસને નોર્મલ પાણીથી ધોઈ લો. આ રેમેડીને અઠવાડિયામાં 2 વાર ફોલો કરો. તેનાથી તમારી સ્કીનને નિખાર મળશે.
આ ઉપરાંત જો બટાટા અને ટામેટા મિક્સથી બનેલા ફેસપેકની વાત કરવામાં આવે તો, બટાકાના ફેસપેકમાં ટામેટા અને બટાકાનો રસ મિક્સ કરો. એક બાઉલમાં એક ચમચી રસ લો અને એક ચમચી ટામેટાનો રસ લો. તેમાં 2 ચમચી મધ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો. ફેસપેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સૂકાવવા દો. હવે ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો. આમ કરવાથી એક્ને અને ડાઘ ધબ્બા ઘટશે. સાથે ચહેરો ખીલી જશે.