Site icon Revoi.in

શું તમે જાણો છો, 53 કરોડ ફેસબૂક વપરાશકર્તાઓનો ડેટા વેચાય રહ્યો છે – જેમાં 60 લાખ યૂઝર્સ તો માત્ર ભારતીય

Social Share

શોસિયલ મીડિયા આમ તો કહેવાય છે કે, સારુ પણ છે અને ખરાબ પણ, જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘણી પ્રગતિના પંથે લા જઈ શકે છે અને તેનો મિસયૂઝ ઘણઆ લોકોનું જીવન પણ બગાડી શકે છે, આપણે જાણીએ છે કે ફેસબૂકનો ઉપયોગ વિશ્વનાલાખો કરોડો લોકો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફેસબૂક પરનો ડેટા સલામત નથી તેવી વાતોએ જોર પકડ્યું છે.

ફેસબૂક  તેના યુઝર્સનો ડેટા સલામત રાખવા માટે જાણે બાંઘછોડ કરી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે,સાયબર સિક્યુરિટી એક્સપર્ટ એલોન ગાલે ટ્વિટ કરીને આ સમગ્ર બાબતે માહિતી શેર કરી છે, તેમણ ટ્વિટમાં લખ્યું છે કે, કુલ 53.3 કરોડ ફેસબૂક યુઝર્સનો ડેટા ટેલિગ્રામ પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સના ફોન નંબર સહિતની અનેક પર્સનલ માહિતીઓ વેચવામાં આવી રહી છે, આ પ્રકારનું ડેટાનું વવેચાણ કોઈ હેકર્સ દ્રારા કરવામાં આવે  છે. એક વ્યક્તિનો ફોન નંબર ૨૦ ડૉલરમાં  તમને પ્રાપ્ત થઈ શકે છએ, આથી એમ કહેવું ખોટૂ નથી કે ફેસબૂક પર તમારો ડેટા અસલામત છે.

ફેસબૂક પર વેચાઈ રહેલા ડેટામાં ૬૦ લાખ ભારતીય લોકોનો સમાવેશ થાય છે, જ્યારે સવા ત્રણ કરોડ અમેરિકનોની વિગતોનો વેચાતા ડેટામાં સમાનેશ થયો છે. કુલ ડેટની જો વાત કરવામાં આવે તો ૧૦૦થી વધારે દેશના ફેસબૂક યુઝર્સનો ડેટા વેચાઈ રહ્યો છે.આ મામલે  મોબાઈલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ છે ,આ પ્રકારનો એક સ્ક્રીનશોટ પણ એલોને પોતાની ટ્વિટમાંશેર કર્યો  હતો.

ભારતમાં ચેકબૂક નામની ફાઈનાન્સિયલ ટેકનોલોજીએપ વપરાય છે. લોન આપવાનું કામ કરતી આ એપમાંથી જ ૨૫ લાખ ભારતના લોકોનો ડેટા લિક થયો છે. લિક થયેલો ડેટા ડાર્ક વેબ પર વિનામૂલ્યે ઉપલબ્ધ  કરાયો છે. આ ડેટામાં નામ, નંબર ઉપરાંત આધાર, પાન નંબર અને એપ પરથી કેટલી લોન લીધી છે,વગેરે માહિતી લીક છે.

આ હેકિંગ શાઈનીહન્ટર્સ દ્વારા કરવામાં આવ્યું છે. આઅગાઉ પણ ૧૦ કરોડ ભારતીયોનો ફાઈનાન્સિયલ ડેટા લિક કર્યો હતો. લિક થયેલા ડેટામાં નાણાકિય વિગતો હોવાથી તે બાબત ગંભીર રીતે લેવી જોઈએ

સાહિન-