Site icon Revoi.in

શું તમે જાણો છો મમરા ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે – હળવા નાસ્તા માટે મમરા બેસ્ટ ઓપ્શન

Social Share

દેશમાં જો તમે કોઈ પણ ભેળ કે પાણીપુરીની રેકડીએ જાવ તો તે રેકડીઓ પર વધારેલા મમરા સરળતા મળી રહે છે,મમરાને આપણા દેશમાં હળવો ખોરાક માનવામાં આવે છે, જ્યારે પણ થોડી ભૂખ લાગે ત્યારે મમરા આપણા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે, બીજુ એ કે મમરા એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા દરેક લોકોને પસંદ હોય છે, તેને ખાવાથઈ કોઈ નુકશાન પણ થતું નથી, અને ખૂબ જ ઓછા તેલમાં બનતા હોવાથી તે હેલ્થ માટે પણ સારા કહેવાય છે.મમરાનો ચેવડો એક હળવો ખોરાક છે જેમાં કેલરી ઘણી વધારે અને સ્વાદમાં પણ ખુબ જ સારો હોય છે. તેને તમે ઘરે અથવા ઓફીસ મુસાફરી દરમિયાન પણ ખાઈ શકો છો. મમરાના લાડુ પણ ખુબ જ સરળ રીતે બની શકે છે અને લોકોને પણ ખુબ જ વધારે પસંદ આવે છે.

આ સાથે જ મમરા મા લોહતત્વ , કેલ્શિયમ તથા ફાઈબર જેવા તત્વો પણ ભરપુર પ્રમાણમાં સમાયેલા હોવાથી તે નુકશાન કરતા નથી.જેને ગોળ ખાવાનું પસંદ હોય તે લોકો મમરા ગોળવાળા લાડૂ બનાવીને પણ ખાઈ શકે છે.કહેવામાં આવે છે કે, મમરામાં થી ૪૦૨ કેલરી અને ૬ ગ્રામ પ્રોટીન મળે છે અને ઘણા મિનરલ્સ પણ મળે છે.

તમને બ્લડપ્રેશરની સમસ્યા છે તો મમરા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મમરામાં સોડિયમનું યોગ્ય પ્રમાણ હોય છે અને તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો તમે રોજ યોગ્ય પ્રમાણમાં મમરા ખાઓ છો તો તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

મહિલાઓને હંમેશા હાડકા કમજોર હોવાની ફરિયાદ રહે છે. જો તમે તેનાથી બચવા માંગો છો તો રોજ 100 ગ્રામ મમરા ખાવાનું શરૂ કરી દો તેમા વિટામન્સનો ભંડાર હોય છે.

મમરામાં વિટામીન ડી, વિટામીન બી2 અને વિટામીન બી 1 ભરપૂર પ્રમાણમાં હોય છે. તે સિવાય તેમા કેલ્શ્યિમ પણ હોય છે જેથી રોજ મમરા ખાઓ છો તો તમને દાંત અને હાડકાને લગતી સમસ્યા થતી નથી.

જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે અને આ સમસ્યાને દૂર કરવા માટે તમને કોઈ વિકલ્પ મળી રહ્યો નથી તો તમે મમરા ખાઈ શકો છો. મમરામાં ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર હોય છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામા મદદરૂપ સાબિત થાય છે.

મમરા ખાવા થી આપણ ને જઠરાગ્નિ ને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે મમરાનું સેવન માંસપેશીઓને મજબૂત બનાવે છે.મમરાના સેવનથી બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલ મા રહે છે.