- વિશ્વની કેટલીક જગ્યાઓ નથી જોવા મળતી ગૂગહલ મેપમાં
- કેટલાક કારણો સર ગૂગલે સેન્સર કર્યા છેે આ સ્થળો
આજે ગૂગલ સર્ચ એન્જિન દરેક લોકોની જરુરીયાત બની ચૂક્યું છે, જ્યા પણ તમે ભૂલા પડો એટલે ગૂગલ મેપનો ઉપોયગ કરી લો છો, જાણ્યા અજાઅયા રસ્તે જવા માટે દરેક લોકો ગૂગલ મેપનો સહારો લે છે, વિશ્વમાં મોટા ભાગના લોકો ગૂગલ મેપની મદદથી ગમે તે સ્થાને પહોંચી શકવામાં સફળતા મેળવે છે, જો કે કદાચ તમે નહી જાણતા હોવ કે વિશ્વમાં આજે પમ કેટલાસ સ્થળો એવા છે જે ગૂગલ મેપમાં જોવા નથી મળતા ,જી હા તમને જાણીને ચોક્કસ નવાઈ લાગી હશે, તો ચાલો જાણીએ આ સ્થળો વિશે.
2207 સીમોર એવન્યુ, ઓહિયો
ઓહીયોમાં આવેલું આ ઘર ઘણા સમાચારોમાં રહ્યું છે. એરિયલ કાસ્ટ્રો નામના વ્યક્તિએ કેટલીક છોકરીઓનું અપહરણ કરીને તેમને આ ઘરમાં રાખી હતી. તેણે 2002 અને 2004 વચ્ચે આ છોકરીઓનું અપહરણ કર્યું હતું અને મે 2013 સુધી તેને બંધક બનાવીને રાખી હતો. ગૂગલે મેપ પર આ જગ્યા પર પ્રતિબંધ મૂક્યો છે.
માઉન્ટલુકોન જેલ, ફ્રાન્સ
આ જેલ મધ્ય ફ્રાન્સમાં સ્થિત છે, જેને ગૂગલ મેપ્સ દ્વારા સેન્સર કરવામાં આવી છે. વર્ષ 2018 માં, ફ્રેન્ચ સરકારે સુરક્ષા કારણોસર જેલને સેન્સર કરવાની વિનંતી કરી હતી. આ પછી ગૂગલે આ જેલને મેપ પર સેન્સર કરી.
મોરુરોઆ, ફ્રેન્ચ પોલિનેશિયા
મોરુરોઆ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક નાનું એટોલ છે. ગૂગલ મેપ્સ પર તેને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, પરંતુ તે શા માટે સેન્સર કરવામાં આવ્યું છે તે જાણી શકાયું નથી. કહેવાય છે કે આ ટાપુનો ઈતિહાસ પરમાણુ સાથે જોડાયેલો છે.
હાઉસ ઈન સ્ટોકટન-ઓન-ટીઝ
સ્ટોકટન-ઓન-ટીઝ યુકેમાં પ્રિન્સપોર્ટ રોડ પર સ્થિત છે. ગૂગલ મેપ્સ પર પણ આ પ્રતિબંધિત છે.
જીનેટ આઇલેન્ડ, રશિયા
રશિયામાં સ્થિત આ ટાપુની લંબાઈ 1.2 માઈલ છે. કહેવાય છે કે રશિયા અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે આ ટાપુ ગૂગલ મેપ્સ પર બ્લર કરી દેવામાં આવ્યો છે.
Amchitka ટાપુ અલાસ્કા
70ના દાયકા સુધી અમેરિકા અલાસ્કામાં સ્થિત એમચિતકા દ્વીપ પર પરમાણુ પરીક્ષણો કરતું હતું. ગૂગલે મેપ પર તેના ઘણા ભાગોને બ્લર કરી દીધા છે.