શું તમને ખબર છે સૂઈ રહેવાના,ખાવાના અને ફરવા માટે પણ રૂપિયા મળે છે, જાણો કેવી રીતે
- સૂઈ રહેવાના, ખાવાના, અને ફરવા માટે પણ મળે છે રૂપિયા
- કંપની લોકોને દર મહિને 26,500 રૂપિયા આપશે.
- જાણો કેવી રીતે
આ દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જેનું સપનું હોય છે કે એમને કોઈ એવી નોકરી મળે કે જેમાં તેમને સુઈ રહેવાના રૂપિયા મળે, અથવા ફરવાના અને અથવા ખાવા માટે રૂપિયા મળે. હવે આ લોકોનું આ પ્રકારનું સપનું સાચુ થઈ શકે છે કારણ કે યુનિવર્સીટી ઓફ મલેશિયાના સંશોધકો આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ કામ બદલ કંપની લોકોને દર મહિને 26,500 રૂપિયા આપશે. આ લોકોને સુવા સિવાય કોઈ જ કામ કરવાનું હોતું નથી. ફક્ત 1 મહિના સુધી તમારી ઊંઘની પેર્ટનને જોવામાં આવશે બાદમાં પગાર આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટના અનુસાર આ નોકરી માટે જેનું વજન નોર્મલ હોય તેવા 20થી 40 વર્ષના લોકો એપ્લાઇ કરી શકે છે. આ નોકરી કરવા માટે ઉમેદવારે 1 મહિના સુધી સ્લીપહોમમાં રહેવું પડશે. સાથે જ ખાવું-પીવું બધું જ રૂમની અંદર કરવાનું રહેશે. આ લોકોને એક મહિના સુધી સ્લીપહોમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ 1મહિના દરમિયાન જો કોઈ સમસ્યા જોવા મળશે તો તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બ્રિટનની એક કલઝરી બેડ બનવતી કંપની ક્રાફ્ટેડ બેડસ દ્વારા આ જોબની ઓફર કરવામાં આવી રહી છે. આ નોકરીમાં સૌથી જરૂરી કામ સુવાનું અને નેટફ્લિક્સ જોવાનું છે. કંપનીએ આ અંગે જણાવ્યું હતું કે, લંડનમાં રહેતા લોકોને સુવા અને નેટફ્લિક્સ જોવા માટે 24 હજાર પાઉન્ડ એટલે કે, 24,82,322.40 આપશે.