1. Home
  2. ગુજરાતી
  3. ઓપિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચેનો તફાવત, ચૂંટણીના એક્ઝિટ પોલને કેટલા વિશ્વસનિય ગણી શકાય
ઓપિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચેનો તફાવત, ચૂંટણીના એક્ઝિટ પોલને કેટલા વિશ્વસનિય ગણી શકાય

ઓપિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચેનો તફાવત, ચૂંટણીના એક્ઝિટ પોલને કેટલા વિશ્વસનિય ગણી શકાય

0
Social Share

દેશમાં સાત તબક્કમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીનો 1લી જુને પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ વિવિધ ચેનલો, સંસ્થાઓ દ્વારા ચૂંટણીના પરિણામોની આગોતરી આગાહી કરતા એક્ઝિટ પોલ જાહેર થશે. હવે સૌ પ્રથમ તો આપણે જાણીએ કે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચે શુ તફાવત છે, ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવે છે. ઓપિનિયન પોલમાં તમામ લોકો સામેલ કરવામાં આવે છે. બાદમાં ભલે તે મતદાર હોય કે ન હોય. જ્યારે મતદાન પછી તરત જ એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવે છે. આમાં માત્ર મતદારોનો સમાવેશ થાય છે.

લોકસભાની ચૂંટણીમાં મતદાન બાદ મતદારોનો ઝુકાવ કોના તરફ રહ્યો તે માટે એક્ઝિટ પોલ જુદી જુદી ટીવી ચેનલો તેમજ કેટલીક સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવે છે. અને સર્વેના આંકડા જાહેર કરીને ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે. તેનુ અનુમાન જાહેર કરવામાં આવે છે, એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવે છે કે કોની સરકાર બનશે. એક્ઝિટ પોલ કે ઓપિનિયન પોલના તારણો કે અનુમાનો ક્યારે સોયે સો ટકા સાચા પડતા નથી. પણ પરિણામોની નજીક રહેતા હોય છે, ઘણી વખત હવામાન વિભાગની આગાહીની જેમ  એક્ઝિટ પોલની આગાહી તદ્દન ખોટી પડતી હોય છે. એક્ઝિટ પોલ એક પ્રકારનો ચૂંટણી સર્વે છે. મતદાનના દિવસે જ્યારે મતદારો મતદાન કરીને મતદાન મથકની બહાર આવે છે ત્યારે વિવિધ સર્વે એજન્સીઓ અને ન્યૂઝ ચેનલોના લોકો ત્યાં હાજર હોય છે. તે મતદારને મતદાન અંગે પ્રશ્નો પૂછે છે. આમાં તેમને પૂછવામાં આવ્યું છે કે તેઓએ કોને વોટ આપ્યો છે? આ રીતે દરેક વિધાનસભાના અલગ-અલગ પોલિંગ બૂથ પરથી મતદારોને પ્રશ્નો પૂછવામાં આવે છે. મતદાન પૂરું થાય ત્યાં સુધીમાં આવા પ્રશ્નો પર મોટી સંખ્યામાં ડેટા એકત્ર કરવામાં આવે છે. આ ડેટા ભેગો કરીને અને તેના જવાબો અનુસાર અંદાજ લગાવવામાં આવે છે કે જનતાનો મૂડ કયો છે? ગાણિતિક મોડલના આધારે ગણતરી કરવામાં આવે છે કે કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે? તમામ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એકઝિટ પોલની જાહેરાત કરવામાં આવે છે.

એક્ઝિટ પોલ કરવા માટે, સર્વે એજન્સી અથવા ન્યૂઝ ચેનલના રિપોર્ટર અચાનક બૂથ પર જાય છે અને ત્યાંના લોકો સાથે વાત કરે છે. અગાઉથી નક્કી નથી કે તે કોને પ્રશ્ન કરશે? સામાન્ય રીતે, મજબૂત એક્ઝિટ પોલ માટે, 30-35 હજારથી એક લાખ મતદારો વચ્ચે વાતચીત થાય છે. જેમાં પ્રદેશ મુજબ દરેક વર્ગના લોકોને સામેલ કરવામાં આવતા હોય છે. જ્યારે ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવે છે. તમામ લોકો ઓપિનિયન પોલમાં સામેલ છે. પછી ભલે તે મતદાર હોય કે ન હોય. ઓપિનિયન પોલના પરિણામો માટે, ચૂંટણીના દૃષ્ટિકોણથી વિસ્તારના મુખ્ય મુદ્દાઓ પર જનતાની વાતને જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ અંતર્ગત જનતા કયા કારણ થી નારાજ છે અને તેનાથી સંતુષ્ટ છે તે વિસ્તાર મુજબ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ભારતમાં રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 મુજબ, જ્યાં સુધી તમામ તબક્કાનું મતદાન ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી ન શકાય. છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના અડધા કલાક બાદ જ એક્ઝિટ પોલના આંકડા મીડિયામાં જાહેર થઈ શકે છે. કોઈ આ નિયમનો ભંગ કરે તો બે વર્ષની કેદ કે દંડ અથવા બન્ને થઈ શકે છે.

ચૂંટણી પહેલા પ્રી-પોલ અને ચૂંટણી બાદ પોસ્ટ-પોલ સર્વે કરવામાં આવે છે. જોકે આવા તમામ પોલની કામગીરીને લઇને કાયમ શંકાનો માહોલ રહ્યો છે. ખાસ કરીને એક્ઝિટ પોલની પારદર્શકતા અને વિશ્વસનિયતા સામે હંમેશા સવાલ થતાં આવ્યાં છે. અગાઉ એવું બનતું હતું કે ચૂંટણી ચાલુ હોય એ દરમિયાન જ અવનવા વર્તારા ચાલુ થઇ જતાં હતાં. જોકે આ પ્રકારની કાર્યવાહી મતદારના માનસને અસર કરતી હોવાની દલીલ સાથે ચૂંટણી પૂરી થતા પહેલા તમામ પોલની જાહેરાતો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે વોટિંગની પ્રક્રિયા દરમિયાન મત આપીને મતદાન મથકની બહાર નીકળેલા મતદારને સર્વે કરતી એજન્સીઓના કર્મચારીઓ રોકીને સવાલ પૂછે છે અને એના આધારે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કેટલા ટકા મતદારોએ કઇ પાર્ટીના નિશાન સામે ઇવીએમનું બટન દબાવ્યું હશે. કયા મતદારોને સવાલ પૂછવામાં આવ્યાં છે એ વિશે એજન્સીઓ સ્પષ્ટતા કરતી નથી. એક્ઝિટ પોલ માટે રેન્ડમ સેમ્પલ એટલે કે અણધાર્યા મતદારોને રોકીને સવાલ પૂછવામાં આવ્યાં છે એ વિશે પણ અસ્પષ્ટતા પ્રવર્તે છે.

એક્ઝિટ પોલની શરૂઆત ડચ સમાજશાસ્ત્રી અને ભૂતપૂર્વ રાજકારણી માર્સેલ વોન ડેમ દ્વારા કરવામાં આવી હતી. વોન ડેમે તેનો સૌપ્રથમ ઉપયોગ 15 ફેબ્રુઆરી 1967ના રોજ કર્યો હતો. તે સમયે નેધરલેન્ડ્સમાં યોજાયેલી ચૂંટણીઓ અંગેનું તેમનું મૂલ્યાંકન એકદમ સચોટ હતું.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયન (IIPU)ના વડા એરિક ડી’કોસ્ટા દ્વારા ભારતમાં એક્ઝિટ પોલની શરૂઆત કરવામાં આવી હતી. 1996માં એક્ઝિટ પોલની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તે સમયે દૂરદર્શને સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS)ને દેશભરમાં એક્ઝિટ પોલ કરાવવાની પરવાનગી આપી હતી. 1998માં પહેલીવાર ટીવી પર એક્ઝિટ પોલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. વિશ્વમાં ચૂંટણી સર્વેની શરૂઆત સૌથી પહેલા અમેરિકામાં થઈ હતી. જ્યોર્જ ગેલપ અને ક્લાઉડ રોબિન્સને અમેરિકન સરકારની કામગીરી અંગે લોકોના અભિપ્રાય જાણવા માટે આ સર્વે કર્યો હતો. પાછળથી, બ્રિટને 1937માં અને ફ્રાન્સે 1938માં મોટા પાયે મતદાન સર્વેક્ષણો હાથ ધર્યા. આ બાદ જર્મની, ડેનમાર્ક, બેલ્જિયમ અને આયર્લેન્ડમાં ચૂંટણી પૂર્વે સર્વે કરવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code