ભાવનગર જિલ્લાના વેપારીઓ 10ના ચલણી સિક્કા સ્વીકારતા ન હોવાથી ગ્રાહકોને પડતી મુશ્કેલી
ભાવનગરઃ જિલ્લામાં વેપારીઓ દ્વારા 10ના ચલણી સિક્કા સ્વીકારવામાં આવતા ન હોવાથી ગ્રાહકો પરેશાન બની રહ્યા છે. ભાવનગર શહેરમાં તો વેપારીઓ અને પાન – ગલ્લાની લારીઓ વાળાઓ લાંબા સમયથી રૂ. દસના સિક્કા લેવાનું બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ અગાઉ પાંચની નોટ પણ વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવતી નહતી. અને હવે દસના ચલણી સિક્કા લઈ કોઈ ગ્રાહક જાય તો 10નો સિક્કો કોઈ લેતુ નથી. આ સંજોગોમાં અગાઉ ભાવનગરમાં કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને સૌ કોઇને રૂ.10ના સિક્કા સ્વીકારવા સુચના આપવામાંઆવી હોવા છતાં પણ વેપારીઓ 10ના ચલણી સિક્કા સ્વીકારતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય ચલણી નાણાંનો કોઇપણ વેપારી લેવાની ના કહી શકે નહિ અને જોઇ કોઇપણ વેપારી કે દુકાનદાર દસના સિક્કા લેવાની ના પાડે તો જિલ્લા કલેકટરમાં ફરીયાદ કરી શકાય છે.જોકે લોકો ફરિયાદ કરાવની કોઈ માથાકૂટ કરતા નથી. આ અંગે તંત્ર દ્વારા વેપારીઓને કડક સુચના આપવી જોઈએ. જે વેપારી ગ્રાહકો પાસેથી દસનો સિક્કો ભારત સરકારનુ નાણુ હોય તે લેવાની ના પાડે તો ગ્રાહક વેપારી સામે ફરીયાદ જિલ્લા કલેકટરમાં કરી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતુંકે, વેપારીઓ 10ના સિક્કા સ્વીકારતા ન હોવાની કેટલાક જાગૃત લોકો દ્વારા આરબીઆઇ અને કલેકટરને અગાઉ રજુઆત કરવામાં આવી હતી. વેપારીઓ ભારત સરકારના નાણાનો સ્વીકાર કરવાની ના પાડે તો ગ્રાહકોએ જાગૃત જવુ જોઇએ અને કલેકટરે પણ 10ના સિક્કા સ્વીકારવાનો આદેશ આપવો જોઇએ લીડ બેંક મેનેજરે વેપારીઓ પાસેથી ભાવનગરની દરેક બેંક શાખાનો દસના સિક્કા સ્વીકારે તેની વ્યવસ્થા જોવી જોઇએ. ગ્રાહકો પાસેથી વેપારી સિક્કા ન સ્વીકારે તો ગ્રાહકોએ પણ ધ્યાન દોરવુ જોઇએ તેવી જ રીતે વેપારી પાસેથી કોઇપણ બેંક 10ના સિક્કા ન સ્વીકારેતો તે બાબતનુ કલેકટરને ધ્યાન દોરવુ જોઇએ.