Site icon Revoi.in

વાવણી ટાણે જ કપાસ અને મગફળીના બિયારણના ભાવમાં વધારોથી ખેડુતોને મુશ્કેલી

Social Share

ભાવનગર: ગુજરાતમાં ભીમ અગિયારસથી ખેડુતો વાવણીની આગોતરી તૈયારીમાં લાગ્યા છે.  છેલ્લા બે દિવસથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. શનિવારે રાજ્યના 14 તાલુકામાં વરસાદના ઝાપટાં પણ પડ્યા હતા. અને એકાદ અઠવાડિયામાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે. ત્યારે ખેડુતો બિ.રણની ખરીદી કરવા લાગ્યા છે. ત્યારે કપાસ અને મગફળીના બિયારણના ભાવમાં 30 ટકા જેટલો વધારો થતાં ખેડુતોમાં નારાજગી જોવા મળી રહી છે.

ભાવનગર જિલ્લામાં આ વખતે બોર- કૂવામાં પાણી ન હોવાથી 90 ટકા ખેડુતો આગોતરું વાવેતર કરી શક્યા નથી. ત્યારે બીજી બાજુ કપાસ અને મગફળીના બિયારણમાં ૩૦ ટકાનો વધારો થતા ખેડૂતોમાં તંત્ર સામે કચવાટ જોવા મળી રહ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ચોમાસાનો વરસાદ ભલે ગમે ત્યારે આવે પરંતુ જેમ આ બંને તાલુકામાં વર્ષોથી ખેડૂતો આગોતરું વાવેતર કરતાં હતા. તે મુજબ આ વર્ષે હજી સુધી ક્યાંય વાવેતર કરતા જોવા મળ્યું નથી. આ બંને પંથકમાં સંઘ, મંડળી કે દુકાને બિયારણ કે ખાતરની ખરીદી માટે આ વર્ષે તો ખેડૂતોની પણ લાઈન હજુ સુધી જોવા મળતી નથી.  આ વર્ષે પાક ધિરાણ ઉપર વીમા માટેની યોજના અમલમાં મૂકે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. એક બાજુ સરકાર અને હવામાન વિભાગ દ્વારા વરસાદ વહેલો પડવાની આગાહીઓ થઈ રહી છે તેમ છતાં જગતનો તાત હજી સુધી બિયારણ કે, ખાતરની ખરીદી સંપૂર્ણપણે ગોકળ ગતીએ કરતો જોવા મળ્યો છે. કોઈપણ જગ્યાએ ખાતર કે બિયારણની દુકાન, સંઘ કે મંડળીએ ભીડ જોવા મળતી નથી.  તેમજ નવી એગ્રોની દુકાનો પણ ખુલ્લી નથી.

આ વર્ષે ખેડૂતોએ ખેતરોમાં દેશી ખાતર મતલબ કે માટી ખૂબ જ નાખી હોવાનું જાણવા મળે છે. કારણ કે, તળાવ ઉંડા કરવાની યોજનામાંથી માટી ઉપાડી ખેડૂતો ખેતરોમાં નાખી રહ્યા છે. આ વર્ષે આ બંને પંથકના કુવાઓમાં પાણી જ નથી જેથી ખેડૂતો આગોતરું વાવેતર એક પણ ગામડે કરતા જોવા મળતા નથી માત્ર ખેડૂતો ખેતરોમાં માટી નાખતા જોવા મળે છે જેના કારણે ખાતરની ડિમાન્ડ પણ હાલ તો ઓછી જોવા મળે છે. નવું અને જૂનું કરવા માટે ખેડૂતોની ઉછીના કે, ઉધાર કરી નવું જૂનું ધિરાણ લેવા માટે લાઈનો લાગે છે.