Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં જગ્યા ન હોવા છતાંયે 26 કારકૂનોને સિનિયર કલાર્ક તરીકે બઢતી અપાતા મુશ્કેલી

Social Share

ગાંધીનગરઃ જિલ્લા પંચાયતમાં કેટલાક એવા નિર્ણયો લેવામાં આવતા હોય છે. તેનાથી વિવાદ ઊભો થતો હોય છે. તાજેતરમાં  સિનિયર ક્લાર્કની જગ્યા જ નહીં હોવા છતાં જિલ્લા પંચાયતના 26 જુનિયર ક્લાર્કઓને તેજ જગ્યાએ સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. આથી સિનિયર ક્લાર્કની જગ્યા જ નહીં હોવા છતાં બઢતી આપતા કર્મચારીઓનો પગાર ક્યાં ઉધારવાનો તેવા પ્રશ્નો ઉભો થયો છે. જેને પરિણામે બઢતી મેળવેલા કર્મચારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. આ પ્રશ્ને જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લા પંચાયતના અલગ અલગ શાખામાં ફરજ બજાવતા 26 જુનિયર કારકૂનોને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. જોકે બઢતી પામેલા કર્મચારીઓનો પગાર ધોરણ પે મેટ્રિક્સ લેવલ ચારમાં રૂપિયા 25,500 થી 81100નું પગાર ધોરણનો ઉલ્લેખ આદેશમાં કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના આ 26 કર્મચારીઓને પ્રમોશન મળતા જ હરખ જોવા મળી રહ્યો હતો. જોકે આ 26 કર્મચારીઓને સિનિયર ક્લાર્કની બઢતી આપવામાં આવી છે. તેજ જગ્યાએ તેઓ જુનિયર ક્લાર્ક તરીકે નોકરી ફરજ બજાવતા હતા. પરંતુ પ્રશ્ન એવો ઊબો થયો છે. કે, જે ખાતામાં સિનિયર ક્લાર્કની બઢતી આપવામાં આવી છે તે શાખામાં સિનિયર ક્લાર્કની પોસ્ટ જ નહીં હોવાથી આ કર્મચારીઓનો પગાર ક્યાં ઉધારવાનો તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. જોકે હિસાબી શાખા અને મહેકમ શાખા દ્વારા છેલ્લા વીસેક દિવસથી મનોમંથન કરવા છતાં હજુ સુધી બઢતી પામેલા કર્મચારીઓના પગારના મામલે કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.