જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારી,દિગમ્બર સાધુઓ રહેશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર
- મહાશિવરાત્રીના મેળાની તડામાર પૂર્વ તૈયારીઓ
- મહાશિવરાત્રી મેળામાં “દિગમ્બર સાધુઓ”મુખ્ય આકર્ષણ
- તંત્ર અને સાધુ સંતો દ્વારા અપાઈ રહ્યો છે આખરી ઓપ
જૂનાગઢ: મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે..ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાં જૂનાગઢ ભવનાથ ખાતે આ વર્ષે ધામધૂમથી યોજાનાર મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ હાલ શરૂ થઈ ગઈ છે. આ મહાશિવરાત્રી મેળામાં દિગમ્બર સાધુઓ મુખ્ય આકર્ષણ હોય છે જેઓ દૂર દૂરથી વર્ષોથી જૂનાગઢના શિવરાત્રીના મેળામાં પોતાના ધુણા ધખાવી બેસતા હોય છે.તેમજ શિવરાત્રીના નીકળતી રવેડીમાં પોતાની અલગ અલગ કળા અને કર્તબથી લોકોને આકર્ષિત કરતા હોય છે.
આ વર્ષે રાજ્ય સરકારે મેળો યોજવાની મંજૂરી આપતા હાલ તંત્ર અને સાધુ સંતો દ્વારા શિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે,આ વર્ષે મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડશે કેમ કે છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે મેળો આમ જનતા માટે યોજાઈ નથી શક્યો.