1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યના માધ્યમિક શિક્ષકોનું ડિજિટલ આંદોલનઃ 20 હજાર શિક્ષકોએ સેલ્ફિ મોકલીને વિરોધ દર્શાવ્યો
રાજ્યના માધ્યમિક શિક્ષકોનું ડિજિટલ આંદોલનઃ 20 હજાર શિક્ષકોએ સેલ્ફિ મોકલીને વિરોધ દર્શાવ્યો

રાજ્યના માધ્યમિક શિક્ષકોનું ડિજિટલ આંદોલનઃ 20 હજાર શિક્ષકોએ સેલ્ફિ મોકલીને વિરોધ દર્શાવ્યો

0
Social Share

અમદાવાદઃ રાજ્યના માધ્યમિક શાળાઓના શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓના શિક્ષકો દ્વારા અગાઉના પડતર પ્રશ્નોને લઇને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.જેનું કોઈ નિવારણ ના આવતા હવે શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા છે. રાજ્યભરમાં શિક્ષકોને સાથે રાખીને રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા ડિજિટલ આંદોલન કરવામાં આવી રહ્યું છે.આ આંદોલનમાં અત્યાર સુધી 20 હજારથી વધુ સેલ્ફી પાડીને શિક્ષકોએ મોકલી આપી છે.

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોના વણ ઉકેલ્યા પ્રશ્નો માટે શિક્ષકોમાં નારાજગી ઊભી થઈ છે. શિક્ષકોના વણ ઉકેલ્યા પ્રશ્નો જેવા કે, પાંચ વર્ષની સળંગ નોકરી ગણવી,  જૂના શિક્ષની ભરતી, સાતમા પગાર પંચની હપ્તાની ચુકવણી, આચાર્ય નિમણૂકને 5-1-65 ના ઠરાવ મુજબ ઇજાફો, જૂની પેન્શન યોજનાનું અમલીકરણ અને ફાજલનું બિનશરતી રક્ષણની મુખ્ય માગણી છે. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા 1 ઓગસ્ટથી ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનમાં રાજ્યના હજારો શિક્ષક જોડાયા છે.અગાઉ પડતર માંગણીને લઈને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિવારણ ના આવતા શિક્ષકો દ્વારા હવે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.7 ઓગસ્ટ સુધી ડિજિટલ આંદોલન ચાલશે જે બાદ સંઘની કોર કમિટીની બેઠક મળશે જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

શૈક્ષિક સંઘના મહામંત્રી આર.પી.પટેલે જણાવ્યું હતું 1 ઓગસ્ટથી અમારું ડિજિટલ આંદોલન શરૂ થયું છે. જેમાં 20 હજાર શિક્ષકોએ સેલ્ફી મોકલવા છે.હજુ 2 દિવસ આંદોલન ચાલશે જેમાં અનેક શિક્ષકોની સેલ્ફી મળશે.હજુ અમારી માંગણી પૂરી નહિ થાય તો આગામી દિવસોમાં અમારી બેઠક કરીને વિરોધ અંગે રણનીતિ નક્કી કરવામાં આવશે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code