- જમ્મુ કાશ્મરીમાં ડિજિટલ અભ્યાસને પ્રોત્સાહન
- જીજીએમ સાયન્સ કોલેજમાં 9 સ્માર્ટ ક્લાસરુમબનશે
- ડિજિચલ બોર્ડ સહિતની સુવિધાઓથી સજ્જ હશે ક્લાસરુમ
શ્રીનગર – કોરોનાએ સમગ્ર દેશવાસીઓનું જાણે જીવન બદલ્યું છે, શિક્ષણ ઓનલાઈન બન્યું છે કોરોના મહામારી બાદ ડિજિટલ શિક્ષણને ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે, વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણતા થયા છે, ઓનલાઈન શિક્ષણ હેઠળ તેમનું શૈક્ષણિક કાર્ય અટક્યું નથી, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરની કોલેજોમાં ડિજિટલ અને સ્માર્ટ લર્નિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ટેકનોલોજીની મદદથી વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે માટે સરકાર ગાંધી મેમોરિયલ સાયન્સ કોલેજમાં સ્માર્ટ ક્લાસરૂમ બ્લોક બનાવવાની તૈયારી ચાલી રહી છે. 9.93 કરોડ રૂપિયા ખર્ચે આ તૈયારીઓ કરવામાં આવશે જેમાં 9 ક્લાસરુમ હશે. આ સાથે કોલેજમાં ન્યૂ સ્કિલ લેબોરેટરી બ્લોક 12.14 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ કૌશલ્ય અભ્યાસક્રમો શરૂ કરાશે.
સ્માર્ટ ક્લાસરુમ એટલે એવો ક્લાસરિમ કે જ્યા ડિજિટલ બોર્ડ હશે, જે ઇન્ટરનેટથી કનેક્ટ કરવામાં આવશે. શિક્ષકો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને ભણાવશે. આ સાથે જ લેક્ચર પણ રેકોર્ડ કરવામાં આવશે, જે પીડીએફ તરીકે સેવ કરીને વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે. જી.જી.એમ. સાયન્સ કોલેજમાં સ્માર્ટ ક્લરૂમની તૈયારી સાથે વિદ્યાર્થીઓને ઘણી બધી સુવિધા મળશે.
ન્યૂ સ્કિલ લેબોરેટરીમાં વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ સંબંધિત અભ્યાસક્રમો શીખવવામાં આવશે, તે અભ્યાસક્રમનો જ એક ભાગ હશે, જો કે વિદ્યાર્થીઓ તેને અલગ વિષય તરીકે પણ લઈ શકશે વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ સંબંધિત અભ્યાસક્રમો તરફ આકર્ષિત કરવા આ પહેલ કરવામાં આવી છે.
સાહિન-