Site icon Revoi.in

મનોરંજનનો ડિજિટલ અવતાર રહ્યો સફળ – દેશમાં ખૂબ ઝડપથી ઓનલાઈન મનોરંજના માર્કેટમાં વૃદ્ધી

Social Share

દિલ્હી – ભારતીયોના મનોરંજનના માધ્યમ પણ કોરોનાની બદલતી સ્થિતિમાં બદલાયા છે. ટીવી અને સિનેમા હોલ જેવા લોકપ્રિય માધ્યમોને બદલે, વધુ લોકો ઇન્ટરનેટના આધારે ડિજિટલ મીડિયા તરફ વળી રહ્યા છે. ફક્ત 2020 માં, ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ દ્વારા ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર ટીવી શોઝ અને મૂવીઝ જોવાનું માર્કેટ 35 ટકા વધ્યું છે.
સંગીત શ્રોતાઓએ પણ આ પ્રકારની ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ વધાર્યો છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર એમએમઓ ગેમ્સ પણ વધી છે, જેમાં કરોડો ભારતીયોએ ભાગ લેવાનું શરૂ કર્યું છે

ઓટીટી પ્લેટફોર્મ પરના ગ્રાહકો ત્રણ કરોડને પાર કરી ગયા છે, અને તેની કમાણી પણ બે ગણી વધી ચૂકી છે. માર્ચ 2020 માં ઓટીટીના દેશમાં 2.20 કરોડ ગ્રાહકો હતા, જે જુલાઈ 2020 સુધીમાં વધીને 2.90 કરોડ થઈ ગયા છે. જ્યારે આ પ્લેટફોર્મ્સની આવકમાં સબ્સ્ક્રાઇબર ખરીદનાર ગ્રાહકોનું યોગદાન 2019 માં માત્ર 10 ટકા જ હતું, તો તે 2020 માં 25 ટકા પર પહોંચી ગયું છે.

ડીટીએચ પર મહિનાના ચાર-પાંચસો રૂપિયાની યોજનાની તુલનામાં મોટાભાગના નાગરિકોએ વાર્ષિક ઓટીટી પર સમાન ભાવના પેકેજ પસંદ કરી તેને ખરીદવાનું શરૂ કર્યું છે.

સાહિન-