- આજથી ડિજીટલ મહોત્વનો આરંભ
- 5 ડિસેમ્બર સુધી ચાલશે કાર્યક્રમ
દિલ્હીઃ- દેશભરમાં ડિજિટલ ક્ષેત્રે ઘણી પ્રગિતી થી રહી છે, દેશ ડિજીટલની દુનાયમાં વિશ્વ સાથે કદમ મિલાવી રહ્યું છે ત્યારે હવે આજથી એટલે કે 29 નવેમ્બર સોમવારના રોજથી માહિતી અને ટેકનોલોજી મંત્રાલય દ્રારા દેશમાં ‘ડિજિટલ ફેસ્ટિવલ ઑફ ફ્રીડમ’ની ઉજવણી કરશે.
આ કાર્યક્રનું આયોજન એક અઠવાડિયા સુધી કરવામાં આવ્યું છે જેથી આ કાર્યક્રમ 5 ડિસેમ્બર સુધી ચાલશે. સમગ્ર સપ્તાહ દરમિયાન, ડિજિટલ સ્પેસમાં ભારતની સિદ્ધિઓ દર્શાવતી ઇવેન્ટ્સ હશે.ભાપતની ડિજીટલ ક્ષેત્રની સિદ્ધીઓ દર્શાવાશે.
આ સાથે જ જેશના ભવિષ્યના લક્ષ્યોને હાંસલ કરવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે. મંત્રાલયે આ બાબતને લઈને વિતેલા દિવસને રવિવારે એક નિવેદન જારી કર્યું અને કહ્યું કે આ ઇવેન્ટમાં ડિજિટલ સેક્ટરમાં આત્મનિર્ભરતાની ભાવના પણ રેખાંકિત થશે.