ડિજિટલ ઈન્ડિયા માત્ર નામ નહીં પરંતુ દેશના વિકાસ માટે મોટું વિઝનઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ ટેલિકોમ ઉદ્યોગે દેશના 130 કરોડ લોકોને 5Gની ભેટ આપી છે. 5G એ દેશના દરવાજા પર એક નવા યુગની દસ્તક છે. 5G એ તકોના અનંત આકાશની શરૂઆત છે. નવું ભારત માત્ર ટેક્નોલોજીના ઉપભોક્તા તરીકે નહીં રહે, પરંતુ તે ટેક્નોલોજીના વિકાસ અને અમલીકરણમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. ભવિષ્યની વાયરલેસ ટેક્નોલોજીને ડિઝાઇન કરવામાં, તેનાથી સંબંધિત ઉત્પાદનમાં ભારતની મોટી ભૂમિકા હશે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IMC 2022ને સંબોધિત કરતા કહ્યું, ટેકનોલોજી એક નશો છે, તેનો યોગ્ય ઉપયોગ કરો. આજે દેશમાં 200થી વધુ મોબાઈલ કંપનીઓ છે. પહેલા આપણે મોબાઈલ ઈમ્પોર્ટ કરતા હતા અને આજે એક્સપોર્ટ કરીએ છીએ. સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજની ઝડપથી બદલાતી દુનિયામાં ભારતને ટોચ પર પહોંચતા કોઈ રોકી શકશે નહીં. આ જગ્યા પર અમારો અધિકાર છે. ભારત અને ભારતીયો આનાથી ઓછા માટે સમાધાન કરી શકતા નથી. ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું આજે મારા હૃદયથી કહી શકું છું કે ભારતીય ટેલિકોમ ઉદ્યોગ તરીકે, અમે જે પ્રદર્શિત કર્યું છે તેના પર મને ખૂબ ગર્વ છે. હું COAI અને DoT બંને તરફથી કહી શકું છું કે હવે અમે નેતૃત્વ કરવા માટે તૈયાર છીએ અને ભારતીય મોબાઈલ કોંગ્રેસ હવે એશિયન મોબાઈલ કોંગ્રેસ અને ગ્લોબલ મોબાઈલ કોંગ્રેસ બનવી જોઈએ.
ડિજિટલ ઈન્ડિયા વિશે વાત કરતાં કેટલાક લોકો એવું વિચારે છે કે આ માત્ર એક સરકારી યોજના છે, પરંતુ ડિજિટલ ઈન્ડિયા માત્ર નામ નથી. દેશના વિકાસ માટે આ એક મોટું વિઝન છે. આ વિઝનનો ધ્યેય એ ટેક્નોલોજીને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે, જે લોકો માટે કામ કરે છે, લોકો સાથે જોડાઈને કામ કરે છે.