નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, તમારા વ્યક્તિત્વ અને કાર્યના બળ પર તમે અસાધારણ નેતૃત્વ પ્રદાન કર્યું છે અને દેશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. હું ઈચ્છું છું કે રાષ્ટ્રની ભાવનાથી તમારા દ્વારા કરવામાં આવી રહેલા નવતર પ્રયાસો પહેલા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો માર્ગ મોકળો કરે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે લાંબુ જીવો અને હંમેશા સ્વસ્થ અને ખુશ રહો.” ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી છે.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં આજે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતના સંકલ્પની પૂર્તિ તરફ અને વૈશ્વિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે. ડૉ. યાદવે એક્સ-પોસ્ટમાં કહ્યું, “નવા ભારતના શિલ્પકાર અને વિશ્વના સૌથી આદરણીય રાજનેતા, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન. આપના સફળ નેતૃત્વ હેઠળ દેશ ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવા અને વૈશ્વિક મહાસત્તા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. બાબા મહાકાલ તમને સારું સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને સમૃદ્ધ જીવન આપે, આ સાથે અનેક શુભકામનાઓ.