Site icon Revoi.in

યોગ ગુરૂ બાબા રામદેવ ઉપર દિગ્વિજયસિંહના આકરા પ્રહાર, બાબાને કહ્યાં ભાજપના એજન્ટ

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહએ ફરી એકવાર યોગ ગુરૂ બાબા રામદેવ સામે આકરા પ્રહાર કરીને તેમને ભાજપના એજન્ટ કહ્યાં છે. બાબાને ઢોંગી કહીને દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, બસ મોડેથી લોકો બાબાને ઓળખી શક્યાં છે. દિગ્વિજયસિંહે સોશિયલ મીડિયા મારફતે બાબા સામે સામે પ્રહાર કર્યાં હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ઢોંગી રામદેવને ઓળખવામાં લોકોને બહુવાર લાગી છે. તેઓ પહેલાથી જ ભાજપના એજન્ટ હતા.

સોશિયલ મીડિયામાં એક યુઝરે વર્ષ 2011નો એક વીડિયો શેર કર્યો છે. જેમાં બાબા રામદેવ સાઈકલ પર સવારી કરતા નજરે પડે છે અને તત્કાલિન કોંગ્રેસ સરકાર ઉપર પેટ્રોલ-ડિઝલના ભાવ વુધારે મુદ્દે આક્ષેપ કરતા જોવા મળે છે. આ વીડિયોને લઈને દિગ્વિજયસિંહે ટ્વીટ કર્યું હતું કે, એ પણ જાણવું આવશ્ય કે છે, જે કોંગ્રેસ ઉપર તેઓ આક્ષેપ કરે છે તેણે જ બે ફૂડ પાર્ક કરવા માટે રૂ. 150-150 કરોડની સહાય કરી હતી. એક હરિદ્વાર અને રાંચીમાં ફૂડ પાર્કમાં મદદ કરી હતી. ઉત્તરાખંડમાં જમીન પણ કોંગ્રેસના સીએમ નારાયણ દત્ત તિવારીએ આપી હતી. જ્યારે ભાજપ મોદીમય બન્યું ત્યારે તેમણે પલ્ટી મારી હતી.

દિગ્વિજયસિંહએ આ પહેલીવાર બાબાને આડેહાથ નથી લીધા. અગાઉ પણ જ્યારે મોકો મળ્યો છે ત્યારે સોશિયલ મીડિયા મારફતે બાબા રામદેવને ઘેરવાના પ્રયાસ કર્યાં છે. તેમણે અગાઉ એમ પણ કહ્યું હતું કે, રામદેવ-બાલકૃષ્ણની જોડી ઠગ હતી, ઠગ છે અને ઠગ રહેશે.